ETV Bharat / business

Stock market Update : ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, BSE Sensex 72,269 ના મથાળે ખુલ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 10:00 AM IST

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ ભારતીય શેરબજારની લીલા રંગમાં શરૂઆત થઈ છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 184 અને 68 પોઈન્ટના મામુલી વધારા સાથે ખુલ્યા છે. જોકે શરુઆતી કારોબારમાં જ જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો 12 પૈસા નબળો ખૂલ્યો હતો.

ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત
ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત

મુંબઈ : 5 ફેબ્રુઆરી, સોમવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 184 પોઈન્ટ અપ 72,269 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 68 પોઈન્ટના સુધારા સાથે 21,921 ના મથાળે ખુલ્યો હતો.

શેરબજારની સુસ્ત શરૂઆત : 5 ફેબ્રુઆરી, સોમવારના રોજ BSE Sensex ગત 72,085 ના બંધ સામે 184 પોઈન્ટના વધારા સાથે 72,269 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,853 ના બંધની સામે 68 પોઇન્ટનો સુધારો નોંધાવી 21,921 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સુસ્ત શરુઆત બાદ BSE Sensex અને NSE Nifty ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.

બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી : વૈશ્વિક બજારના મિશ્ર સંકેતોને કારણે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત પરંતુ સકારાત્મક રહી હતી. BSE Sensex 72,200 અને NSE Nifty 21,900 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. બજારના સુસ્ત વલણ વચ્ચે ટાટા મોટર્સ સારા પરિણામને કારણે તેજી નોંધાવી છે. જ્યારે બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી છે. ટોપ લૂઝરમાં બેકિંગ સ્ટોક છે.

IPO Updates : અપિજય સુરેન્દ્ર પાર્ક હોટેલ્સનો (Apeejay Surrendra Park Hotels IPO) IPO રોકાણકારો માટે ઉપલબ્ધ છે. આજથી ખુલનાર અપિજય સુરેન્દ્ર પાર્ક હોટેલ્સનો IPO આગામી 7 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. જેમાં શેર દીઠ પ્રાઇસ બેન્ડ રુ.147 થી 155 નક્કી કરાઈ છે. જ્યારે 96 શેરના લોટ સાઈઝ સાથે રુ. 920 કરોડની ઈસ્યૂ સાઈઝ છે.

વૈશ્વિક બજાર : ક્રૂડ ઓઈલ 3 સપ્તાહની નીચી સપાટીએ 77.7 ડોલર પર આવી ગયું છે. સોનું 2060 ડોલરની નીચે અને ચાંદી 23 ડોલરની નીચે સપાટ છે. ગયા અઠવાડિયે મેટલ્સ માટે નબળું પ્રદર્શન રહ્યું હતું. DOW રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નાસ્ડેક 267 પોઈન્ટ ઉછળ્યો છે. US 10Y બોન્ડ યીલ્ડ 4% થી ઉપર અને ડોલર ઇન્ડેક્સ 104 ની નજીક પહોંચ્યો છે.

  1. Interim Budget 2024: 'વિકસીત ભારત'થી 'નારી શક્તિ' સુધી-વચગાળાના બજેટ 2024-25 થી ટોચના ટેકઅવેઝ
  2. Budget 2024 - 25 : વાપી-સરીગામ GIDC ના ઉદ્યોગોએ કેન્દ્રીય બજેટ પર આપી પ્રતિક્રિયા, બેલેન્સ બજેટ ગણાવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.