ETV Bharat / bharat

Unique wedding in Haryana : કરિશ્માના અનોખા લગ્ન, ઇન્ટરવ્યૂથી વરની પસંદગી, રોહતક પ્રશાસન બન્યો પરિવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 6:48 PM IST

હરિયાણામાં શુક્રવારે એક અનોખા લગ્ન જોવા મળ્યા હતાં. ખાસ વાત એ હતી કે ઇન્ટરવ્યુના આધારે દુલ્હન માટે વરની પસંદગી કરવામાં આવી હતી. રોહતક પ્રશાસન દુલ્હનનો પરિવાર બન્યો હતો. જાણો સમગ્ર મામલો.

Unique wedding in Haryana : કરિશ્માના અનોખા લગ્ન, ઇન્ટરવ્યૂથી વરની પસંદગી, રોહતક પ્રશાસન બન્યો પરિવાર
Unique wedding in Haryana : કરિશ્માના અનોખા લગ્ન, ઇન્ટરવ્યૂથી વરની પસંદગી, રોહતક પ્રશાસન બન્યો પરિવાર

રોહતક : અનાથાશ્રમમાં ઉછરેલી એક દીકરીના શુક્રવારે લગ્નના બંધનમાં બંધાઇ હતી. ખાસ વાત એ હતી કે આ લગ્નની તમામ વ્યવસ્થા જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. સેશન્સ જજ નીરલા કુલવંત અને ડીસી અજય કુમાર લગ્નમાં પહોંચ્યા અને વરકન્યાને આશીર્વાદ આપ્યાં. શહેરના એક ઉદ્યોગપતિ દંપતિએ કન્યાદાનની વિધિ કરી હતી. હરિયાણા રાજ્ય બાળ કલ્યાણ પરિષદના અધ્યક્ષ રંજીત મહેતાએ પણ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. તો ભાજપ નેતા અજય ખુંડિયા દુલ્હનના મામા બનીને લગ્નમાં આવ્યાં હતાં. દુલ્હન કરિશ્મા 19 વર્ષની છે.

માતાપિતાએ તેને અનાથાશ્રમમાં છોડી દીધી હતી : બાળપણઃ કરિશ્માના માતા-પિતાએ તેને અનાથાશ્રમમાં છોડી દીધી હતી. આ પછી કરિશ્માનું પાલનપોષણ અનાથાશ્રમમાં થયું હતું. અગાઉ તે બહાદુરગઢમાં રહેતી હતી. તે પછી તે રોહતક બાલ ભવન સ્થિત અનાથાશ્રમમાં રહેવા લાગી. નાનપણથી જ કોઈ તેને નથી મળવા આવ્યું કે પૂછવા આવ્યું નથી. તેના નવા પરિવારને એક આધાર કાર્ડ મળ્યું હતું. તેમાં રોહતકનું સરનામું હતું. એટલા માટે તે રોહતક આવી હતી. અહીં રહીને કરિશ્માએ 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો.

ઇન્ટરવ્યુ દ્વારા વરની પસંદગી કરવામાં આવી હતી : કરિશ્માના લગ્ન માટે અખબારમાં એક જાહેરાત આપવામાં આવી હતી. લગ્ન માટે 10 અરજીઓ આવી હતી. અરજી કરનાર યુવકોના ઈન્ટરવ્યુ માટે એક કમિટી બનાવવામાં આવી હતી. સીટીએમ મુકુંદ તંવરને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં. કમિટીએ કરિશ્મા અને લગ્નઇચ્છુક યુવકોને સામસામે બેસાડીને ઈન્ટરવ્યુની પ્રક્રિયા પૂરી કરી હતી.. પસંદગી કરવામાં આવેલા બે યુવકોને કરિશ્મા સાથે મુલાકાત કરાવવામાં આવી. જે બાદ રોહતકના રૈનકપુરાના નિક્કુ ગુલિયાની પસંદગી કરવામાં આવી હતી. નિક્કુ એક ટેલિકોમ કંપનીમાં સુપરવાઈઝર છે. પિતા ટ્રાન્સપોર્ટનું કામ કરે છે, જ્યારે માતા ગૃહિણી છે.

વહીવટીતંત્ર બન્યું કરિશ્માનો પરિવાર : ડીસી રોહતક દ્વારા લગ્ન માટે કાર્ડ છપાયા અને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં. શુક્રવારે બાલ ભવન પરિસરમાં જ લગ્નની તમામ પ્રકારની વિધિઓ કરવામાં આવી હતી. આ લગ્નનો તમામ ખર્ચ માઈક્રો ફાઉન્ડેશને ઉઠાવ્યો હતો. દુલ્હન બનેલી કરિશ્માએ કહ્યું કે તેને વહીવટના રૂપમાં આખો પરિવાર મળ્યો છે. અહીંના તમામ સભ્યો મારા પરિવાર જેવા છે. આ પહેલા બાળ કલ્યાણ પરિષદ બહાદુરગઢમાં હતી. લગ્નની સાથે મને પરિવાર પણ મળશે. વરરાજા નિક્કુએ કહ્યું કે તેને ખબર પડી કે કરિશ્મા અનાથ છે. આમ છતાં તેણે લગ્ન કરવાનું પસંદ કર્યું. પરિવારના સભ્યો પણ આ માટે સહમત છે.

મહાનુભાવોની પ્રતિક્રિયા : ડીસીએ કહ્યું કે આજે તે બહુ જ ખુશી થઇ રહી છે. કરિશ્માને હવે એક નવો પરિવાર મળી ગયો છે. રંજીત મહેતાએ જણાવ્યું હતું કે લગ્ન માટે સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી સમિતિએ લગ્ન માટે યુવકોની અરજીઓનું મૂલ્યાંકન કર્યું. અંતે 2 યુવકો પસંદ થયાં. જેમાંથી કરિશ્માએ પોતે નિક્કુની પસંદગી કરી હતી. કરિશ્મા 2 વર્ષની હતી ત્યારથી અનાથાશ્રમમાં રહે છે. આ લગ્નમાં યુવતીના મામા બનેલા ભાજપ નેતા અજય ખુંડિયાએ કહ્યું કે આ પ્રશાસનની સારી પહેલ છે. તેઓ એ વાતથી પણ ખુશ છે કે તેમને લગ્નમાં એક અનાથ છોકરીના મામા બનવાનું સૌભાગ્ય મળ્યું.

  1. Unique Marriage: વરરાજા PMનું નામ ન કહી શક્યા, દુલ્હન પક્ષે હથિયાર બતાવીને વરરાજાના નાના ભાઈ સાથે કરાવ્યા લગ્ન
  2. Male Mahadeshwara Hill: કર્ણાટકના આ મંદિરમાં અપરિણીત યુવકોનો ભરાય છે મેળો, દુલ્હન માટે કરે છે પ્રાર્થના
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.