ETV Bharat / bharat

Tajmahel: આજથી 3 દિવસ સુધી તાજમહેલમાં ફ્રી એન્ટ્રી, શાહજહાં અને મુમતાઝની વાસ્તવિક કબરો જોવાની તક મળશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 3:00 PM IST

આગરાના તાજમહેલ ખાતે મુલાકાતીઓ શાહજહાં અને મુમતાઝની વાસ્તવિક કબર નિઃશુલ્ક જોઈ શકશે. બાદશાહ શાહજહાં ઉર્સ સેલિબ્રેશન કમિટીના અધ્યક્ષે આ અંગે માહિતી આપી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Agra Tajmahal Free Entry For 3 Days Shahjahan Mumtaz Graves

આજથી 3 દિવસ સુધી તાજમહેલમાં ફ્રી એન્ટ્રી

આગ્રાઃ વિશ્વની 7 અજાયબીમાં સમાવિષ્ટ એવા તાજમહેલના મુલાકાતીઓ માટે ખુશ ખબર છે. મંગળવારથી 3 દિવસ માટે ભારતીય અને વિદેશી પર્યટકો માટે તાજમહાલમાં ફ્રી એન્ટ્રી રહેશે. આ છુટ તાજમહેલને બનાવનાર મુઘલ બાદશાહ શાહજહાંના 369મા ઉર્સને કારણે આપવામાં આવી છે. આ સાથે ઉર્સ દરમિયાન તાજમહેલના ભોંયરામાં સ્થિત બાદશાહ શાહજહાં અને તેની પત્ની મુમતાઝની વાસ્તવિક કબરો જોવાની તક મળશે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે શાહજહાંનો 3 દિવસીય ઉર્સ હિજરી કેલેન્ડરના રજબ મહિનાની 25, 26 અને 27 તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખો 6, 7 અને 8 ફેબ્રુઆરી છે. આ વર્ષે શાહજહાંનો 369મો ઉર્સ છે. ઉર્સ દરમિયાન, તાજમહેલ પરિસરમાં શાહજહાં અને મુમતાઝની વાસ્તવિક કબરો મુલાકાતીઓને જોવા માટે પરવાનગી આપવામાં આવે છે.

બાદશાહ શાહજહાં ઉર્સ સેલિબ્રેશન કમિટીના અધ્યક્ષ સૈયદ ઇબ્રાહિમ ઝૈદીએ જણાવ્યું કે મુગલ બાદશાહ શાહજહાંનો 369મો 3 દિવસીય ઉર્સ 6થી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. મુખ્ય સમાધિ 6 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યે ખોલવામાં આવશે. જ્યાં ગુસ્લ વિધિ બાદ ફાતિહા, મિલાદુન્નવી અને મુશાયરાનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમોની યાદીઃ

6 ફેબ્રુઆરી: ઉર્સની શરૂઆત ગુસ્લની વિધિથી થશે. મુખ્ય મકબરામાં આવેલી કબરો જોવા માટે બપોરે 2 કલાકથી મુલાકાતીઓને જવા દેવામાં આવશે. ગુસ્લ વિધિ બાદ ફાતિહા, મિલાદુન્નબી અને મુશાયરા થશે.

7 ફેબ્રુઆરી: તાજમહેલના ભોંયરામાં સ્થિત શાહજહાં અને મુમતાઝની કબરોને બપોરે 2 વાગ્યે ચંદન અર્પણ કરવામાં આવશે. મુખ્ય સમાધિ પર કવ્વાલી થશે.

8 ફેબ્રુઆરી: તાજમહેલના ભોંયરામાં સ્થિત શાહજહાં અને મુમતાઝની કબરો પર કુરાન ખ્વાની અને કુલ વિધિ પછી સવારે કવ્વાલી થશે. આ સાથે ઉર્સ કમિટી દ્વારા ચાદર ચઢાવવામાં આવશે. ઉર્સમાં આકર્ષણનું કેન્દ્ર રંગબેરંગી હિન્દુસ્તાની ચાદર હશે, જે ખુદમ-એ-રોઝા સમિતિની આંતર-ધર્મ સહિષ્ણુતાનું પ્રતીક છે. આ સાથે સાંજે પ્રાંગણમાં લંગરનું વિતરણ કરવામાં આવશે. સૂર્યાસ્ત બાદ મુખ્ય સમાધિમાં ફાતિહા સાથે ઉર્સનું સમાપન થશે.

નિઃશુલ્ક પ્રવેશ સમય: દર વર્ષે, મુગલ સમ્રાટ શાહજહાંના 3 દિવસીય ઉર્સ દરમિયાન તાજમહેલનો પ્રવેશ સમય નક્કી કરવામાં આવે છે. તાજમહેલના સીનિયર સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયીએ જણાવ્યું હતું કે, બાદશાહ શાહજહાંના 3 દિવસીય ઉર્સના પ્રથમ અને બીજા દિવસે (મંગળવાર અને બુધવાર) બપોરે 2 કલાકથી પ્રવાસીઓ માટે મફત પ્રવેશ હશે. ઉર્સના ત્રીજા દિવસે, 8 ફેબ્રુઆરીએ, તાજમહેલમાં પ્રવાસીઓ માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મફત પ્રવેશ રહેશે. ઉર્સ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા સઘન રહેશે. જ્યારે આ વર્ષે બાદશાહ શાહજહાં ઉર્સ સેલિબ્રેશન કમિટીના અધ્યક્ષ સૈયદ ઈબ્રાહિમ ઝૈદીએ ઉર્સ દરમિયાન ત્રણેય દિવસોમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તાજમહેલમાં મફત પ્રવેશની માંગ કરી હતી.

કડક સુરક્ષા વ્યવસ્થા રહેશેઃ ASI અને CISF અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉર્સ દરમિયાન તાજમહેલની મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે. તાજમહેલની મુલાકાત લેતા ભારતીયો અને વિદેશી પર્યટકો ઉપરાંત તીર્થયાત્રીઓને પણ પરેશાની ન થવી જોઈએ. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડને કાબૂમાં રાખવા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ઘણી વખત ભીડમાં અસામાજિક તત્વો પણ સ્મારક જોવા માટે આવે છે. જે સ્મારકમાં વાતાવરણને બગાડે નહીં. આ માટે ASI અને CISF જવાનોની સંખ્યા અને દેખરેખ વધારવામાં આવશે. આ સાથે તાજમહેલની અંદર કોઈને પણ સિગારેટ, બીડી, પાન-મસાલા, કોઈપણ પ્રકારનો ધ્વજ, બેનર કે પોસ્ટર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સ્મારકમાં પુસ્તકો, સ્ક્રુડ્રાઈવર, લાઈટર અને ચાકુ જેવી વસ્તુઓ લઈ જવા પર પણ પ્રતિબંધ રહેશે.

  1. Petition In Delhi High Court : 'શાહજહાંએ તાજમહેલ બનાવ્યો નથી', પુસ્તકોમાંથી આ હકીકતને દૂર કરવા દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન
  2. UP News: અમેરિકન નેવી ઓફિસરને નકલી ગાઈડે તાજમહેલ ફેરવ્યો, કેસ નોંધાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.