ETV Bharat / bharat

સમન્સ સામે આપ સાંસદ સંજયસિંહની અરજી સુપ્રીમે નકારી, ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ અપડેટ - SC Refuses

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 5:05 PM IST

સમન્સ સામે આપ સાંસદ સંજયસિંહની અરજી સુપ્રીમે નકારી, ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ અપડેટ
સમન્સ સામે આપ સાંસદ સંજયસિંહની અરજી સુપ્રીમે નકારી, ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ અપડેટ

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ સામે આપ સાંસદ સંજય સિંહની અરજી સુપ્રીમે નકારી કાઢી છે. પીએમ મોદીની શૈક્ષણિક ડિગ્રી પર તેમની ટિપ્પણીને લઈને માનહાનિના કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયૉસિંહની અરજી પર સુપ્રીમ કોર્ટે વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે હાલની અરજી પર વિચાર કરવા ઇચ્છુક નથી.

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત પર ટિપ્પણી કરવાના મામલે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને રાહત મળી નથી. સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલત દ્વારા સમન્સ જારી કરવાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે અરજી પર વિચાર કરવા તૈયાર નથી.

વકીલની દલીલ : સંજયસિંહનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રેબેકા જ્હોને જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના ક્લાયન્ટે ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરી નથી. જ્હોને કહ્યું કે તેના ક્લાયન્ટે ક્યારેય X (અગાઉ ટ્વિટર) પર કોઈ વીડિયો અપલોડ કર્યો નથી. ગુજરાત યુનિવર્સિટીએ નકલી ડિગ્રી બનાવી હોવાનું ક્યારેય કહ્યું નથી. જો આવો કોઈ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોય તો તે ટ્વિટર પરથી જાણવાની યુનિવર્સિટીની ફરજ છે.

સુપ્રીમ કોર્ટ વિચાર કરવા તૈયાર નથી : ખંડપીઠે વકીલને મૌખિક રીતે કહ્યું કે ફરિયાદના તબક્કે માત્ર પ્રથમદર્શી કેસની જરૂર છે. તમારી પાસે તમારી તક હશે. બેન્ચે વકીલને ફરિયાદ વાંચવા કહ્યું. વકીલે ફરી કહ્યું કે, 'યુનિવર્સિટીની બદનામી ક્યાં થઈ છે? દલીલો સાંભળ્યા બાદ ખંડપીઠે કહ્યું હતું કે, 'અમે હાલની અરજી પર વિચાર કરવા તૈયાર નથી'.

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ બદનક્ષી કેસમાં નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યું હતું. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં સંજયસિંહને કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. હાઈકોર્ટે ગયા વર્ષે માર્ચમાં કહ્યું હતું કે PMOને 'રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ' (RTI એક્ટ) હેઠળ પીએમની ડિગ્રી સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. બાદમાં, ગુજરાત યુનિવર્સિટીએ બે રાજકારણીઓ, દિલ્હીના સીએમ કેજરીવાલ અને સિંહ વિરુદ્ધ બદનક્ષીનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી હતી.

  1. Pm Degree Case: પીએમ ડિગ્રી વિવાદ: SCએ કેજરીવાલ, સંજય સિંહ સામે માનહાનિની ​​કાર્યવાહી પર ચાર સપ્તાહ સુધી રોક લગાવી
  2. Gujarat University Defamation Case : અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર ન થયાં અરવિંદ કેજરીવાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.