ETV Bharat / bharat

Budget Report Card : લોકસભા ચૂંટણીના વર્ષના બજેટમાં ચાવીરુપ 4 જૂથો પર સરકારનું ધ્યાન, કઇ રીતે ઉલ્લેખિત થયાં જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 5:25 PM IST

Updated : Feb 1, 2024, 5:59 PM IST

Budget Report Card : લોકસભા ચૂંટણીના વર્ષના બજેટમાં ચાવીરુપ 4 જૂથો પર સરકારનું ધ્યાન, કઇ રીતે ઉલ્લેખિત થયાં જૂઓ
Budget Report Card : લોકસભા ચૂંટણીના વર્ષના બજેટમાં ચાવીરુપ 4 જૂથો પર સરકારનું ધ્યાન, કઇ રીતે ઉલ્લેખિત થયાં જૂઓ

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેમના 58 મિનિટના લાંબા ભાષણમાં મુખ્ય રીતે ચાર મુખ્ય સહાયક જૂથો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો. તેના ધ્વન્યાર્થ વિશે વિગતે જણાવે છે કૃષ્ણાનંદ.

નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે તેમના બજેટ ભાષણમાં આ વર્ષે થનારી નિર્ણાયક સામાન્ય ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને વધુ એક વખત સમર્થન આપવા માટે ચાર મુખ્ય સહાયક જૂથો, ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સાંકળવાનો પ્રયાસ કર્યો છે. વચગાળાનું બજેટ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે, "અમારી સરકાર સર્વાંગી, સર્વવ્યાપક અને સર્વસમાવેશક એવા વિકાસના અભિગમ સાથે કામ કરી રહી છે. તે તમામ સ્તરે તમામ જાતિઓ અને લોકોને આવરી લે છે."

ભારતના મોટાભાગના મતદારો માટેના ચાર મુખ્ય સહાયક જૂથો માટે સરકારની વિચારસરણીનું પ્રતિબિંબ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું : અમારા વડાપ્રધાન દ્રઢપણે માને છે આપણે ચાર મુખ્ય જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેઓ છે, ગરીબ, મહિલાઓ, યુવા અને અન્નદાતા. તેમની જરૂરિયાતો, તેમની આકાંક્ષાઓ અને તેમનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દેશ પ્રગતિ કરે છે, જ્યારે તેઓ પ્રગતિ કરે છે. ચારેયને તેમના જીવનને બહેતર બનાવવાની શોધમાં સરકારી સમર્થનની જરૂર છે અને તેમનું સશક્તિકરણ અને સુખાકારી દેશને આગળ વધારશે.

AM/NS Indiaના સીઈઓ અને ઈન્ડિયન સ્ટીલ એસોસિએશનના પ્રેસિડન્ટ દિલિપ ઓમ્મેન
AM/NS Indiaના સીઈઓ અને ઈન્ડિયન સ્ટીલ એસોસિએશનના પ્રેસિડન્ટ દિલિપ ઓમ્મેન

AM/NS Indiaના સીઈઓ અને ઈન્ડિયન સ્ટીલ એસોસિએશનના પ્રેસિડન્ટ દિલિપ ઓમ્મેને જણાવ્યું કે “આ વચગાળાનું બજેટ રાજકોષીય સમજદારી અને સારી રીતે સંતુલિત અભિગમ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જે જુલાઈમાં જાહેર થનારા બજેટ માટે શુભ સંકેત આપે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો મૂડી ખર્ચ (કેપેક્સ)માં 11.1%નો વધારો કર્યો છે, જે કુલ ખર્ચ રૂ. 11.1 લાખ કરોડ સુધી લઈ જશે. જો કે, આપણે નાણાકીય વર્ષ 2023-24માં સંભવિત ખર્ચ પર નજર કરીએ તો, તે લગભગ 9.5 લાખ કરોડ રૂપિયા હતો. તેથી તે વાસ્તવિક દ્રષ્ટિએ લગભગ 17% વધારો દર્શાવે છે. પરિણામે, સ્થાનિક સ્ટીલની મજબૂત માંગ, ખાનગી રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે. - ડિજિટલ, સામાજિક અને ભૌતિક – એમ તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અભૂતપૂર્વ ગતિએ સ્થાપિત કરવાની બાબતને કેન્દ્રમાં રાખવું તે આશાસ્પદ છે. નાણાકીય વર્ષ 24-25 માટે રાજકોષીય ખાધ લક્ષ્યાંક 5.1% અને રાજકોષીય ખાધ પર સમજદારીભર્યુ વલણ ખરેખર પ્રશંસનીય છે.”

અન્ય પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ, કે જેઓ બહુમતી ભારતીય મતદારો છે, ચૂંટણી વર્ષના બજેટ દરખાસ્તો દ્વારા સામાજિક અને આર્થિક રીતે નબળા જૂથો સુધી પહોંચવા માટે સરકારના પ્રયત્નોને લઇ સીતારામને જણાવ્યું હતું કે અગાઉ, સામાજિક ન્યાય મોટે ભાગે રાજકીય સૂત્ર હતું. અમારી સરકાર માટે, સામાજિક ન્યાય એ અસરકારક અને જરૂરી શાસન મોડલ છે. તમામ પાત્ર લોકોને આવરી લેવાનો સંતૃપ્તિ અભિગમ એ સામાજિક ન્યાયની સાચી અને વ્યાપક સિદ્ધિ છે. આ કાર્યમાં બિનસાંપ્રદાયિકતા છે, ભ્રષ્ટાચાર ઘટાડે છે અને પરિવારવાદને અટકાવે છે. પારદર્શકતા અને ખાતરી છે કે લાભો તમામ પાત્ર લોકોને પહોંચાડવામાં આવે છે. સંસાધનોનું વિતરણ યોગ્ય રીતે કરવામાં આવે છે. બધાં તેમની સામાજિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, તકોની ઍક્સેસ મેળવે છે. અમે પ્રણાલીગત અસમાનતાઓ સામે કામ લઇ રહ્યાં છીએ જેણે આપણા સમાજને પીડિત કર્યો હતો.

નિર્મલા સીતારામને લોકસભામાં કહ્યું, " અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારી સરકારને તેના અદ્દભુત કાર્યના આધારે, લોકો દ્વારા ફરીથી ચૂંટીને આશીર્વાદ આપવામાં આવશે.

ચાર મુખ્ય સપોર્ટ જૂથો માટે બજેટમાં શું છે?

  • ગરીબ કલ્યાણ માટેના પગલાં

પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારામને કહ્યું કે ગરીબોનું કલ્યાણ એ જ દેશનું કલ્યાણ છે. તેમણેએ કહ્યું કે હક દ્વારા ગરીબીનો સામનો કરવાનો અગાઉનો અભિગમ ખૂબ જ સાધારણ પરિણામોમાં પરિણમ્યો હતો. સરકારે 25 કરોડ લોકોને બહુ-આયામી ગરીબીમાંથી મુક્તિ અપાવવા માટે મદદ કરી છે. ગરીબી દૂર કરવા માટેના ભૂતકાળના અને વર્તમાન પગલાં અને યોજનાઓ વિશે વાત કરતી વખતે, સીતારમણે કહ્યું હતું કે પીએમ જનધન ખાતાનો ઉપયોગ કરીને સરકાર તરફથી રૂ. 34 લાખ કરોડ ટ્રાન્સફર કરવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો ઉપયોગ કરીને રૂ. 2.7 લાખ કરોડની બચત થઈ છે જેણે લોકોના કલ્યાણ માટે વધુ ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી છે.

શેરી વિક્રેતાઓ માટે સરકારની મુખ્ય યોજના વિશે વાત કરતાં, તેમણે કહ્યું કે 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને યોજના હેઠળ સહાય મળી છે અને તેમાંથી 2.3 લાખને ત્રીજી વખત ક્રેડિટ મળી છે. તેમણે પીએમ જનમન યોજના કે જે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચે છે, અને 18 વેપારમાં રોકાયેલા કારીગરો અને કારીગરો માટે PM-વિશ્વકર્મા યોજના ઉપર પણ પ્રકાશ પાડ્યો હતોય

  • ખેડૂતો માટે કલ્યાણકારી પગલાં - અન્નદાતા

નિર્મલા સીતારામને પીએમની મુખ્ય યોજના પીએમ કિસાન સન્માન નિધિનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે 2019 માં અગાઉની સામાન્ય ચૂંટણીઓ પહેલા જાહેર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે 11.8 કરોડ નાના અને સીમાંત ખેડૂતો યોજના દ્વારા લાભ મેળવી રહ્યા છે જ્યારે 4 કરોડ ખેડૂતો પીએમ પાક વીમા યોજનાનો લાભ લઈ રહ્યા છે. ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટે 1361 મંડીઓ એકીકૃત કરી છે અને 1.8 કરોડ ખેડૂતોને રૂ. 3 લાખ કરોડના ટ્રેડિંગ વોલ્યુમ સાથે સેવાઓ પૂરી પાડી છે. " આ, અન્ય ઘણા કાર્યક્રમો ઉપરાંત, દેશ અને વિશ્વ માટે ખોરાકના ઉત્પાદનમાં ' અન્નદાતા 'ને મદદ કરી રહ્યા છે," તેમણે કહ્યું હતું.

તેમણે નેનો ડીએપી યોજનાને તમામ કૃષિ-આબોહવા વિસ્તારોમાં વિવિધ પાકો સુધી વિસ્તરણ કરવાની પણ જાહેરાત કરી હતી અને સરસવ, મગફળી, તલ, સોયાબીન અને સૂર્યમુખી જેવા તેલના બીજમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે તેલ બીજ માટેના મિશનની પણ જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે સરકાર તેની ડેરી અને મત્સ્યઉદ્યોગ વિકાસ યોજનાઓને વધુ મજબૂત બનાવશે.

  • નારી શક્તિ પર ધ્યાન આપો - નારી શક્તિ

પોતાના બજેટ ભાષણમાં સરકારના મહિલા કલ્યાણના પગલાં વિશે વાત કરતાં નિર્મલા સીતારામને કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગસાહસિકતા, જીવન સરળતા અને તેમના માટે ગૌરવ દ્વારા મહિલાઓના સશક્તિકરણને વેગ મળ્યો છે.

નવીનતમ ડેટા આપતાં, સીતારામને જણાવ્યું હતું કે મહિલા ઉદ્યમીઓને ત્રીસ કરોડ મુદ્રા યોજનાની લોન આપવામાં આવી છે જ્યારે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની નોંધણી દસ વર્ષમાં 28 ટકા વધી છે.

તેમણે તેમના બજેટ ભાષણમાં વડાપ્રધાન મોદીની સરકારની અગાઉની પહેલોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમ કે ભારતીય મુસ્લિમોમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર બનાવવા, અને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકોનું આરક્ષણ કરવું.

નિર્મલા સીતારામને કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં પીએમ આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા સિત્તેર ટકાથી વધુ મકાનોમાં મહિલાઓ એકમાત્ર અથવા સંયુક્ત માલિક છે અને તેમનું ગૌરવ વધાર્યું છે.

  • લખપતિ દીદી અને આંગણવાડી કાર્યકરોનું મજબૂતીકરણ

નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે નવ કરોડ મહિલાઓ સાથે 83 લાખ SHG સશક્તિકરણ અને આત્મનિર્ભરતા સાથે ગ્રામીણ સામાજિક-આર્થિક લેન્ડસ્કેપને બદલી રહ્યા છે.

તેમની સફળતાએ લગભગ એક કરોડ મહિલાઓને પહેલેથી જ લખપતિદીદી બનવામાં મદદ કરી છે. તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે. તેમની સિદ્ધિઓને સન્માનિત કરીને ઓળખવામાં આવશે. સફળતાથી ઉત્સાહિત થઈને, લખપતિદીદી માટેનો લક્ષ્યાંક 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે "સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0" હેઠળ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશનને સુધારેલ પોષણ વિતરણ, પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસ માટે ઝડપી કરવામાં આવશે.

  • યુવાનો સુધી પહોંચવું

વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ ભારત પણ એક યુવા દેશ છે. જેમાં ભારતની 58 ટકાથી વધુ વસ્તી 29 વર્ષથી ઓછી વયની છે. આ નીતિ નિર્માતાઓ માટે અનન્ય તકો અને પડકારો રજૂ કરે છે. 20 થી 34 વર્ષની વયજૂથના યુવાનો દેશની વસ્તીના 25 ટકાથી વધુ અને ચૂંટણી દરમિયાન કોઈપણ સરકાર માટે મહત્વપૂર્ણ જૂથ બનાવે છે.

આ નિર્ણાયક જૂથ સાથે સંબંધિત બજેટ દરખાસ્તો વિશે વાત કરતા, નાણાંપ્રધાન નિર્મલા સીતારામને સીતારમણે કહ્યું કે આપણી સમૃદ્ધિ યુવાનોને પૂરતા પ્રમાણમાં સજ્જ અને સશક્તિકરણ પર આધારિત છે.

અગાઉની યોજનાઓની સિદ્ધિ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે સ્કીલ ઈન્ડિયા મિશનએ 1.4 કરોડ યુવાનોને પ્રશિક્ષિત કર્યા છે, 54 લાખ યુવાનોને કૌશલ્યસુધારણા કરી છે અને કૌશલ્ય કેળવણી પણ આપી છે અને 3,000 નવી આઈટીઆઈની સ્થાપના કરી છે.

તેમણે કહ્યું કે પીએમ મુદ્રા યોજનાએ આપણા યુવાનોની ઉદ્યોગસાહસિક આકાંક્ષાઓ માટે 22.5 લાખ કરોડ રૂપિયાની કુલ 43 કરોડ લોન મંજૂર કરી છે. " અમારા ટેક સેવી યુવાનો માટે, આ એક સુવર્ણ યુગ હશે," સીતારામને પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન સાથે રૂપિયા એક લાખ કરોડના ભંડોળની સ્થાપનાની બજેટ દરખાસ્તની જાહેરાત કરતા આમ કહ્યું હતું.

“કોર્પસ લાંબા ગાળાના ધીરાણ અથવા લાંબા સમયગાળા અને ઓછા અથવા શૂન્ય વ્યાજ દરો સાથે પુનઃધિરાણ પૂરું પાડશે. આનાથી ખાનગી ક્ષેત્રને ડોમેન્સમાં નોંધપાત્ર રીતે સંશોધન અને નવીનતા વધારવા માટે પ્રોત્સાહિત કરશે. આપણી પાસે એવા કાર્યક્રમો હોવા જોઈએ જે આપણા યુવાનો અને ટેક્નોલોજીની શક્તિઓને જોડે,” તેમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું.

  1. PM Modi On Budget : બજેટને પીએમ મોદીએ વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ગેરંટી આપતું ગણાવ્યું
  2. Budget 2024: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 7 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી: નાણામંત્રી
Last Updated :Feb 1, 2024, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.