ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી 2024 કોણ જીતી રહ્યું છે તે વિશે પ્રશાંત કિશોરનો દાવો સામે આવ્યો, યોગેન્દ્ર યાદવે શું કહ્યું જૂઓ - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 3:20 PM IST

લોકસભાની ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ફાયદા અને ગેરફાયદાના દાવાઓ અને પ્રતિદાવાઓ ચાલુ રહે છે. આ દરમિયાન રાજકીય વિશ્લેષકોના અલગ-અલગ મૂલ્યાંકનો પણ ચાલી રહ્યા છે. એક તરફ પ્રશાંત કિશોર છે, જેમણે ફરી દાવો કર્યો છે કે ભાજપ 2019માં જેટલી સીટો જીતશે એટલી જ સીટો જીતશે. બીજી બાજુ યોગેન્દ્ર યાદવ છે, જેમણે કહ્યું હતું કે ભાજપ બહુમતી કરતાં ઓછી બેઠકો જીતશે.

લોકસભા ચૂંટણી 2024 કોણ જીતી રહ્યું છે તે વિશે પ્રશાંત કિશોરનો દાવો સામે આવ્યો, યોગેન્દ્ર યાદવે શું કહ્યું જૂઓ
લોકસભા ચૂંટણી 2024 કોણ જીતી રહ્યું છે તે વિશે પ્રશાંત કિશોરનો દાવો સામે આવ્યો, યોગેન્દ્ર યાદવે શું કહ્યું જૂઓ (Symbolic image ( ANI ))

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થવા આડે વધુ સમય બાકી નથી. ચૂંટણીના માત્ર બે તબક્કા બાકી છે પરંતુ અટકળોનો દોર અટક્યો નથી. ફરી એકવાર ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે દાવો કર્યો છે કે ભાજપને બહુમતી નહીં મળે. તેમણે કહ્યું કે મારી પાસે 35 વર્ષનો અનુભવ છે અને તેના આધારે હું કહી શકું છું કે ભાજપ પાસે લગભગ 50 બેઠકો ઓછી હશે.

પ્રશાંત કિશોરનો દાવો : તમને જણાવી દઈએ કે યોગેન્દ્ર યાદવના દાવાથી વિપરીત પ્રશાંત કિશોરે એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ભાજપ બહુમત મેળવી શકે છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે આ વખતે પણ ભાજપને એટલી જ સીટો મળશે જેટલી સીટો 2019માં મળી હતી અથવા તેનાથી થોડી વધુ સીટો મળશે.

યોગેન્દ્ર યાદવનો અભિપ્રાય : જ્યારે યોગેન્દ્ર યાદવને પ્રશાંત કિશોરના દાવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે મીડિયાને કહ્યું કે હું મારા દાવા પર અડગ છું. યોગેન્દ્ર યાદવે કહ્યું કે હું અલગઅલગ લોકો સાથે વાત કરી રહ્યો છું. અલગઅલગ સ્થળોની મુલાકાત લઈ રહ્યો છું અને લોકોના મૂડને અનુભવું છું. મારા પોતાના અનુભવના આધારે હું આ કહી શકું છું કે ભાજપ હારી રહ્યો છે 2024ની ચૂંટણી અને બહુમતીથી દૂર રહેશે.

યુપીમાં ભાજપને નુકસાન? : પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું છે કે યુપીમાં ભાજપને કોઈ નુકસાન થઈ રહ્યું નથી. જ્યારે યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે ભાજપ યુપીમાં સારી સંખ્યામાં સીટો ગુમાવશે. તેવી જ રીતે યોગેન્દ્ર યાદવનો એ પણ અંદાજ છે કે બિહાર અને મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝટકો લાગવાનો છે. તેમના મતે બિહારમાં ઈન્ડિયા બ્લોકને ફાયદો થશે.

370નું અનુમાન : વાસ્તવમાં ચૂંટણી પહેલા પીએમ મોદીએ લોકસભામાં આ વખતે 400ને પાર કરવાનો નારો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ આ વખતે 370 બેઠકો જીતશે, જ્યારે NDA 400થી વધુ બેઠકો જીતશે. ત્યારથી તે રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પીકેનું 400 પાર પર નિવેદન : પ્રશાંત કિશોરે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પીએમ મોદીએ જાણીજોઈને આ નારો તૈયાર કર્યો છે જેથી સમગ્ર વિપક્ષ તેને અનુસરે. કિશોરના કહેવા પ્રમાણે, આખો વિપક્ષ ચર્ચા કરતો રહ્યો કે ભાજપને 400 સીટો નહીં મળે અને પીએમ મોદી આ જ ઈચ્છતા હતાં. પીકેના મતે સરકાર બનાવવા માટે માત્ર 272 સીટોની જરૂર છે અને ભાજપ આટલી સીટો મેળવી શકે છે.

કયા રાજ્યોમાં ફાયદો : પીકેના મતે પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, કેરળ અને તમિલનાડુમાં ભાજપને ફાયદો થવાનો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી ઉત્તર અને પશ્ચિમી રાજ્યોમાં ભાજપ મજબૂત છે ત્યાં સુધી તેને હરાવવાનું મુશ્કેલ રહેશે. જ્યારે યોગેન્દ્ર યાદવ એવું માનતા નથી. તેમનું કહેવું છે કે દક્ષિણના કોઈપણ રાજ્યમાં ભાજપને ફાયદો થવાનો નથી, જ્યારે પશ્ચિમ બંગાળમાં સ્પર્ધા અઘરી છે.

  1. '10 વર્ષથી નિરાશાજનક પ્રદર્શન છતાં બીજાને નેતૃત્વ નથી આપતાં' - જાણો પ્રશાંત કિશોરે આવું કેમ કહ્યું ? - Prashant Kishor On Rahul Gandhi
  2. ETV Bharat EXCLUSIVE: સ્વરાજ ભારત રાજકીય પક્ષના સ્થાપક યોગેન્દ્ર યાદવ સાથે ખાસ વાતચીત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.