ETV Bharat / bharat

Police reached cm kejriwal house: ફરી CM કેજરીવાલના નિવાસે પહોંચી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો...

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 11:00 AM IST

શનિવારે એટલે કે આજે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પોલીસ પહોંચી હતી. આ પહેલા શુક્રવારે પણ પોલીસ કેજરીવાલના નિવાસે આવી હતી.

ફરી CM કેજરીવાલના નિવાસે પહોંચી પોલીસ
ફરી CM કેજરીવાલના નિવાસે પહોંચી પોલીસ

નવી દિલ્હી: રાજધાનીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ફરી એક વખત આજે દિલ્હી પોલીસ પહોંચી હતી. 27 જાન્યુઆરીએ અરવિંદ કેજરીવાલ સહિત AAP નેતાઓએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પોલીસ સીએમના નિવાસે પહોંચી હતી. ગઈકાલે શુક્રવારે પણ દિલ્હી પોલીસ કેજરીવાલના નિવાસે પહોંચી હતી, પરંતુ પોલીસ અધિકારીઓ સીએમ કેજરીવાલને મળી શક્યા ન હતા.

શુક્રવારે પણ CM નિવાસે પહોંચી હતી પોલીસ: ગઈકાલે શુક્રવાર મોડી સાંજે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિલ્હી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી. સમગ્ર મામલો ધારાસભ્યોની ખરીદ-વેચ સાથે સંકળાયેલ છે. એસીપી એરોરાના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે આવી હતી. 10 મિનિટ સુધી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અરવિંદ કેજરીવાલના ઘરે રહ્યા હતા. જો કે અરવિંદ કેજરીવાલ એક લગ્નમાં ગયા હોવાથી ટીમ સાથે તેમની મુલાકાત થઈ નહતી. આપ નેતા આતિશીના ઘરે પણ એક ટીમ પહોંચી હતી. જો કે આતિશી પણ મળ્યા નહતા.

શું છે સમગ્ર મામલો: નોંધનીય છે કે,ગત 27 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીની તેમની આપ સરકારને તોડી પાડવાનો આરોપ ભાજપ પર લગાવ્યો હતો. તેમણે સવારથી લઈને સાંજ સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર વાકપ્રહાર કર્યા હતા. કેજરીવાલે લગાવેલ આરોપો બાદ 30મી જાન્યુઆરીએ ભાજપ પ્રતિનિધિમંડળ પોલીસ કમિશ્નરને મળ્યું હતું. જેમાં દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા પણ સામેલ હતા. આ મંડળે આપ ધારાસભ્યોની ખરીદ વેચના આરોપની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી.

આપનો ભાજપ પર આરોપ: મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ ગત અઠવાડિયે ભાજપ નાણાં અને ચૂંટણી ટિકિટની લાલચ આપી ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે તેવો આરોપ લગાડ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, આપના 7 ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ સાતેય ધારાસભ્યોને પાર્ટી બદલવા માટે 25 કરોડની ઓફર કરવામાં આવી છે.

  1. AAP MLAs Horse Trading Case: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી
  2. Bharat Jodo Nyay Yatra: ઝારખંડના પાકુડમાં મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેને રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.