ETV Bharat / bharat

Haldwani Violence Updates: હલ્દવાની હિંસાના માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિક અને તેના પુત્રને પોલીસે ધરપકડ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 5:24 PM IST

હલ્દવાની હિંસાના માસ્ટર માઈન્ડ ઝડપાયા
હલ્દવાની હિંસાના માસ્ટર માઈન્ડ ઝડપાયા

હલ્દવાની હિંસાના માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિક અને તેના પુત્રને પોલીસે પકડી લીધા છે. આ સિવાય પોલીસે હલ્દવાની હિંસાના આરોપમાં સપા નેતાના ભાઈની પણ ધરપકડ કરી છે. પોલીસે હલ્દવાની હિંસા કેસમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધ્યા છે. આમાં 19 નામના લોકો સહિત પાંચ હજાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. Haldwani Violence Master Mind Arrested Abdul Malik and his son

હલ્દવાની: ઉત્તરાખંડના હલ્દવાનીમાં 8 ફેબ્રુઆરી, ગુરુવાર ના રોજ ફાટી નીકળેલી હિંસાની આગ ધીરે ધીરે ઠરી રહી છે. શહેરમાં સ્થિતિ પૂર્વવત થવા લાગી છે. પોલીસે કેટલાક વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવી લીધો છે. જો કે બાણભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં હજૂ પણ કર્ફ્યુ યથાવત છે. હવે પોલીસે પણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેની માહિતી સ્વયં નૈનીતાલના એસએસપી પ્રહલાદ નારાયણ મીણાએ આપી છે.

હલ્દવાની હિંસાના માસ્ટર માઈન્ડ: હલ્દવાની હિંસાના માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિક અને તેના પુત્રને ગણવામાં આવે છે. આ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સપા નેતા મતિન સિદ્દીકીના ભાઈ જાવેદ સિદ્દીકીની પણ ધરપકડ કરી છે. આ લોકો પર હિંસા ભડકાવવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે આ લોકો હિંસક ટોળાનું નેતૃત્વ કરી રહ્યા હતા.

5000 લોકો સામે કેસઃ નૈનીતાલના એસએસપી પ્રહલાદ નારાયણ મીણાએ કહ્યું કે, હલ્દવાની હિંસામાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 3 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં કુલ 5000 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. તેણે એ પણ જણાવ્યું કે હલ્દવાનીના બાનભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા માટે મેજિસ્ટ્રેટના આદેશ બાદ ફાયરિંગ કરવું પડ્યું હતું.

અબ્દુલ મલિક પર હિંસા ભડકાવવાનો આરોપઃ પોલીસનું કહેવું છે કે મલિકના બગીચામાં ગેરકાયદે બાંધકામ અબ્દુલ મલિકે પોતે કર્યું હતું. ગુરુવારે 8 ફેબ્રુઆરીની સાંજે, જ્યારે વહીવટીતંત્ર અને હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ગેરકાયદે બાંધકામ તોડવા ગઈ ત્યારે અબ્દુલ મલિકે તેનો વિરોધ કર્યો હતો. જેના પછી લોકો રોષે ભરાયા હતા અને પોલીસ, વહીવટી તંત્ર અને હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશન પર હુમલો કર્યો હતો. સ્થળ પર હાજર ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેથી અબ્દુલ મલિક અને તેના પુત્રને આ કેસના આરોપી ગણવામાં આવી રહ્યા છે.

સીસીટીવી ફૂટેજ: પોલીસે કહ્યું કે અબ્દુલ મલિક અને તેના પુત્ર સહિત 19 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ વિસ્તારમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરી રહી છે. આ ફૂટેજને આધારે બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. આ સિવાય પોલીસને કેટલાક મીડિયા ફૂટેજ પણ મળ્યા છે. જેને પણ તપાસવામાં આવી રહ્યા છે. અનેક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમને પણ પોલીસ શોધી રહી છે.

8 ફેબ્રુઆરીની હિંસાઃ 8 ફેબ્રુઆરીએ ગુરુવારે સાંજે જિલ્લા વહીવટી તંત્ર અને હલ્દવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ બાનભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના 'મલિક કા બગીચા' વિસ્તારમાં ગેરકાયદેસર મદરેસાને તોડી પાડવા પહોંચી હતી. ટીમે ગેરકાયદે બિલ્ડીંગ તોડવાની કાર્યવાહી શરૂ કરતા જ ત્યાં હાજર લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે તેમણે લોકોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં હાજર લોકો પોલીસની વાત સાંભળવા તૈયાર ન હતા. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ-પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ચારે બાજુથી પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જે બાદ પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. બદમાશોએ પોલીસ પર હુમલો કરતાની સાથે જ વાહનો સળગવા લાગ્યા હતા. બદમાશોએ બાનભૂલપુરા પોલીસ સ્ટેશનને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. બદમાશોએ પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.

5ના મૃત્યુ અનેક ઘાયલઃ હલ્દવાની હિંસામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. ઘણા લોકોની હાલત નાજુક છે. હલ્દવાની હિંસામાં 100 પોલીસકર્મીઓ સહિત 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાલ હલ્દવાનીમાં સ્થિતિ નિયંત્રણમાં છે. બાણભૂલપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારો સિવાય શહેરના અન્ય ભાગોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. જો કે, ત્યાં કલમ 144 લાગુ રહેશે.

  1. Haldwani Violence: હલ્દવાની હિંસા: ઉપદ્વવીઓ પર કડક કાર્યવાહી, કર્ફ્યુમાં કોઈ છૂટ નહીં....
  2. Haldwani Violence: હલ્દવાનીમાં હિંસા, પોલીસ ફાઈરિંગમાં 2નાં મોત, 300થી વઘુ ઘાયલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.