ETV Bharat / bharat

Rajasthan Drug : શ્રીગંગાનગરના ખેતરમાં મળ્યું 6 પેકેટ હેરોઈન, પાક તસ્કરોએ ડ્રોનથી પેકેટ ફેક્યા હોવાની આશંકા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 1:34 PM IST

શ્રીગંગાનગરના ખેતરમાં મળ્યું 6 પેકેટ હેરોઈન
શ્રીગંગાનગરના ખેતરમાં મળ્યું 6 પેકેટ હેરોઈન

શ્રીગંગાનગર જિલ્લાના સરહદી ખેતરમાં હેરોઈનના 6 પેકેટ મળી આવ્યા છે. પાકિસ્તાની તસ્કરોએ ડ્રોન મારફતે આ પેકેટ ફેંક્યા હોવાનું અનુમાન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડોમાં છે. સ્થાનિક પોલીસ અને BSF દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

રાજસ્થાન : પાકિસ્તાની દાણચોરો સતત ભારતીય સરહદમાં ડ્રગ્સની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારના રોજ શ્રીગંગાનગર જિલ્લાના માટીલી રાઠાં પોલીસ સ્ટેશન વિસ્તારના એક ખેતરમાંથી છ પેકેટ મળી આવ્યા હતા, જેમાં હેરોઈન ડ્રગ હતું. આ ઘટના બાદ પોલીસ અને BSF એલર્ટ મોડ પર છે.

ખેતરમાં મળ્યા શંકાસ્પદ પેકેટ : SP ગૌરવ યાદવે જણાવ્યું કે, આ પેકેટો મટીલી રાઠાન પોલીસ સ્ટેશન વિસ્તારના સરહદી ગામ દૌલતપુરાથી થોડે દૂર મળી આવ્યા હતા. અહીં કાશ્મીર સિંહ નામનો ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો, તે દરમિયાન તેણે આ 6 પેકેટ જોયા અને ખેડૂતે તરત જ આ અંગે BSF અધિકારીઓને જાણ કરી હતી. BSF અધિકારીઓ અને જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને પેકેટને પોતાના કબજામાં લઈ લીધા હતા.

પેકેટમાં શું હતું ? સૂત્રોના જણાવ્યા અનુસાર છ પેકેટમાં લગભગ સાડા ત્રણ કિલો હેરોઈન હોવાની શક્યતા છે. માહિતી મળ્યા બાદ શ્રીગંગાનગરથી BSF સેક્ટર હેડક્વાર્ટરના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. BSF દ્વારા તાત્કાલીક પેકેટ મળવા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુરક્ષા દળોની કાર્યવાહી : પોલીસે શંકાસ્પદ તસ્કરોને પકડવા ગામ દૌલતપુરા અને તેની આસપાસના ગામોમાંથી પસાર થતા માર્ગો પર નાકાબંધી કરી હતી. ગુપ્તચર એજન્સીના જાસૂસો દોલતપુરા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં બહારથી આવેલા લોકોની માહિતી એકત્ર કરી રહ્યા છે. આ પેકેટ રાત્રીના સમયે ફેક્યા હોવાની શક્યતા છે. એવી આશંકા છે કે આ પેકેટો લેવા માટે શંકાસ્પદ ભારતીય દાણચોરો પણ આ જ વિસ્તારમાં હોઈ શકે છે. ડિટેક્ટીવ આ અંગે માહિતી મેળવવામાં વ્યસ્ત છે.

એક જ દિવસે બે બનાવ : નોંધનીય છે કે, સોમવારના રોજ અનૂપગઢ જિલ્લાના ઘડસાના પંચાયત સમિતિના ગામ 23 પીમાં પણ હનુમાન પ્રસાદના ખેતરમાંથી હેરોઈનનું પેકેટ મળી આવ્યું હતું. એક જ દિવસમાં બે જગ્યાએ હેરોઈન મળી આવવાની ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ BSF એલર્ટ મોડ પર છે.

  1. Veraval Drug Case : વેરાવળ ડ્રગ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન ખુલ્યા, ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું ?
  2. Kutch Drug : કચ્છમાં ડ્રગરુપી દાનવનું ઉત્પાદન ? કરોડોના મુદ્દામાલ સાથે દંપતી ઝડપાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.