ETV Bharat / bharat

Harda Firecracker Factory Blast : મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 મોત, 40 ઘાયલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2024, 2:40 PM IST

મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં ભયાનક અકસ્માત બન્યો છે. કારખાનામાં ફટાકડા માટે જંગી જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં જોરદાર વિસ્ફોટ થતા ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા હોવાની માહિતી છે. જ્યારે 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. Madhya Pradesh Factory Blast

મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ

મધ્યપ્રદેશ : હરદા જિલ્લામાંથી એક ભયાનક અકસ્માત બન્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાથી ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શહેરના મગરધા રોડ પર ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું હતું. જેમાં ફટાકડા માટે ગનપાઉડરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો અને ભીષણ આગ લાગતા આસપાસના ઘણા મકાનો આગની લપેટમાં આવી ગયા છે. આ બનાવમાં 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને 6 લોકોના મોતની પણ માહિતી છે.

ભયાનક વિસ્ફોટ-વિકરાળ આગ : ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે તેનો ધુમાડા કેટલાય કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. કારખાનામાંથી જોરદાર વિસ્ફોટ અને આગની જ્વાળાઓના કારણે સ્થાનિક લોકોમાં ખળભળાટ ફેલાયો હતો. આગ લાગવાનું કારણ હાલમાં જાણી શકાયું નથી. જ્યારે વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ગેરકાયદેસર ફટાકડાની ફેકટરી : હરદાના મગરધા રોડ પર આવેલા બૈરાગઢ ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે. આગ એટલી ભીષણ હતી કે રસ્તા પરથી પસાર થતા લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ ઉપરાંત આસપાસના 50 થી વધુ રહેવાસીઓના ઘર પણ આગની લપેટમાં આવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓએ વિસ્તારમાં કેટલાક લોકોના મૃતદેહ પણ જોયા હતા. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. તમામ ઘાયલોને જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત નજીકના લોકોને ઘર ખાલી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

6 મોત-40 ઘાયલ : આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘણા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક ભોપાલ અને ઈન્દોરની મોટી હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. બંને શહેરોમાં બર્ન યુનિટ બનાવવામાં આવ્યા છે જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને દાખલ કરવામાં આવશે.

ફાયર બ્રિગેડનો કાફલો : આ ફેક્ટરીમાં ફટાકડામાં વપરાતો ગનપાઉડર અને જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યો હતો. કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાતી જ્વાળાઓથી આગની ભીષણતાનો અંદાજ લગાવી શકાય છે. આ મામલે 7 અલગ-અલગ જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે, જેમાં લગભગ 40 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ભયાનક દ્રશ્યો : આ ભયાનક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે. જેમાં જોરદાર વિસ્ફોટ વચ્ચે લોકો પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. બીજા વીડિયોમાં ઘાયલોને સતત હોસ્પિટલમાં લાવવામાં આવતા જોઈ શકાય છે. હાલમાં જાનમાલનું કેટલું નુકસાન થયું તે અંગે સત્તાવાર પુષ્ટિ બાદ જ જાણી શકાશે.

ભોપાલ પ્રશાસનનો એક્શન મોડ : આ ભયાનક દુર્ઘટના બાદ ભોપાલમાં પ્રશાસન એક્શનમાં આવી ગયું છે. સીએમ મોહન યાદવે ભોપાલમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને ઘટનાની વિગતો અને માહિતી માંગી છે. ઉપરાંત તેઓ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સરકારના મંત્રી પ્રદ્યુમનસિંહ અને ઉદય પ્રતાપસિંહ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે જવા માટે સૂચના આપવામાં આવી છે.

  1. Baddi Factory Fire Update: ત્રીજા દિવસે પણ ગુમ થયેલા 4 કર્મચારીઓ લાપતા, આવતીકાલે ફરીથી બચાવ કામગીરી ચાલુ રહેશે
  2. Fire Breaks Out At Cosmetic Factory: સોલનની કોસ્મેટિક ફેક્ટરીમાં લાગેલી આગ હજી પણ બેકાબુ, 8 લોકો ગૂમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.