ETV Bharat / bharat

Krishna Janmabhoomi case : મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટ સુનાવણીમાં શું થયું જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 4:22 PM IST

સુપ્રીમ કોર્ટ આજે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસની સુનાવણી કરશે. મથુરાના શાહી ઈદગાહ જમીન સર્વેક્ષણ કેસમાં સુનાવણી થઇ હતી. જેમાં સુપ્રીમે આજે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસની સુનાવણી એપ્રિલ સુધી મુલતવી રાખી છે.

Krishna Janmabhoomi case : મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટ સુનાવણીમાં શું થયું જાણો
Krishna Janmabhoomi case : મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટ સુનાવણીમાં શું થયું જાણો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ આજે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં શાહી મસ્જિદ ઇદગાહ મેનેજમેન્ટ કમિટીની અરજી પર સુનાવણી કરશે. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતાં આગામી એપ્રિલ મહિના સુધી સુનાવણી સ્થગિત કરી છે.

લેખિત દલીલો દાખલ કરવાનો નિર્દેશ : સુપ્રીમ કોર્ટે મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત કેસની સુનાવણી એપ્રિલ સુધી મુલતવી રાખી છે. સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષકારોને દલીલો પૂર્ણ કરવા અને લેખિત દલીલો દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદના સંબંધમાં શાહી ઇદગાહ મસ્જિદ માટે કમિશન નિયુક્ત કરવાના અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે લંબાવ્યો છે, જે સુનાવણીની આગામી તારીખ સુધી ચાલુ રહેશે.

શાહી ઈદગાહ મસ્જિદનું નિરીક્ષણ : અલાહાબાદ હાઈકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ કેસમાં શાહી ઈદગાહ મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કરી હતી.

જસ્ટિસ ખન્નાએ વાંધો ઉઠાવ્યો : સુનાવણી દરમિયાન જસ્ટિસ ખન્નાએ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અરજી ખૂબ જ અસ્પષ્ટ છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશને તેની સમક્ષ ઔપચારિક રીતે પડકારવામાં આવ્યો ન હતો. મસ્જિદ સમિતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ કહ્યું કે હાઈકોર્ટે કેટલાક વચગાળાના આદેશો પસાર કર્યા છે, જે પરિણામને અસર કરી શકે છે.

અલાહાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો : જસ્ટિસ ખન્નાએ હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાનને કહ્યું હતું કે આ સ્પષ્ટ હોવું જોઈએ. તમે કોર્ટને ધ્યાનમાં લેવા માટે આ છોડી શકતા નથી. તમને જણાવી દઈએ કે, ગત મહિને અલાહાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ સંકુલના સર્વેક્ષણ માટે કોર્ટની દેખરેખ હેઠળ કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર પાસે બનેલી શાહી ઇદગાહ મસ્જિદમાં એવા અનેક તથ્યો જોવા મળ્યા હતા જે હિન્દુ સંસ્કૃતિને દર્શાવે છે.

અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે સુપ્રીમ કોર્ટે મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત કેસની સુનાવણી એપ્રિલ સુધી મુલતવી રાખી છે. સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષકારોને દલીલો પૂર્ણ કરવા અને લેખિત દલીલો દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદના સંબંધમાં શાહી ઇદગાહ મસ્જિદ માટે કમિશન નિયુક્ત કરવાના અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર સ્ટે લંબાવ્યો છે, જે સુનાવણીની આગામી તારીખ સુધી ચાલુ રહેશે.

  1. Mathura Janmabhoomi Case: મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
  2. જ્ઞાનવાપીની જેમ મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં પણ થશે સર્વે, અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.