Gwalior to Ahmedabad Flite : ગ્વાલિયરથી અમદાવાદની નવી ફ્લાઇટ શરુ, આકાસા એરલાઇન્સની ફ્લાઇટના સમય અને ભાડું જાણો

author img

By ETV Bharat Gujarati Desk

Published : Feb 1, 2024, 12:27 PM IST

Gwalior to Ahmedabad Flite : ગ્વાલિયરથી અમદાવાદની નવી ફ્લાઇટ શરુ, આકાસા એરલાઇન્સની ફ્લાઇટના સમય અને ભાડું જાણો

વધુ એક ફ્લાઇટ ગ્વાલિયરથી ઉપડવાની તૈયારીમાં છે. આજે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયરથી અમદાવાદ માટે આકાસા એરલાઈન્સ ફ્લાઇટ લોન્ચ કરશે. ગ્વાલિયરથી અમદાવાદ અને અમદાવાદથી ગ્વાલિયર જતી ફ્લાઇટના સમય અને ભાડું જાણો.

ગ્વાલિયર : ફ્લાઇટ દ્વારા અમદાવાદ જનારા મુસાફરો માટે સારા સમાચાર છે. આજે 1લી ફેબ્રુઆરીથી ગ્વાલિયરથી અમદાવાદની ફ્લાઈટ શરૂ થઈ રહી છે. આ ફ્લાઇટ મુસાફરોને દોઢ કલાકમાં ગ્વાલિયરથી અમદાવાદ પહોંચાડી દેશે. આ નવી ફ્લાઇટનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કરશે. આકાસા એરલાઈન્સની આ સાપ્તાહિક ફ્લાઈટ સેવા આજથી શરૂ થઈ રહી છે અને તેનો સૌથી મોટો ફાયદો અમદાવાદ જતા મુસાફરોને થશે.

ગ્વાલિયર જતી ફ્લાઇટના સમય અને ભાડું : ગ્વાલિયરથી દોઢ કલાકમાં અમદાવાદ પહોંચાડશે. આ ફ્લાઇટ ગ્વાલિયરથી બપોરે 1:20 વાગ્યે ઉપડશે અને બપોરે 2:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી ગ્લાલિયર માટેની ફ્લાઇટ અમદાવાદથી સવારે 10:55 વાગ્યે ઉપડશે અને 12:45 વાગ્યે ગ્વાલિયર પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્વાલિયરથી અમદાવાદ ફ્લાઈટનું ભાડું 4389 રૂપિયા હશે. સૌથી મહત્વની વાત એ છે કે નવી ફ્લાઈટની સાથે એરપોર્ટનું નવું ટર્મિનલ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ સાથે મુસાફરોને ઘણી સુવિધા મળશે.

સીએમ મોહન યાદવ ઓનલાઇન જોડાશે : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આ નવી ફ્લાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આકાસા એરલાઇન્સની ગ્વાલિયર અમદાવાદ ફ્લાઇટનું ઉદ્ઘાટન આજે 12:40 વાગ્યે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કરશે. તેમની સાથેે આ નવી ફ્લાઇઠ શરુ થવાના અવસર પર નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ ડૉ. બી.કે. સિંહ પણ સહયોગ કરશેે. મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ આ જ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે મોરેનાથીં જોડાશે. ગ્વાલિયરથી અમદાવાદની ફ્લાઈટના ઉદઘાટન કાર્યક્રમમાં મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર અને નારાયણસિંહ કુશવાહ સહિત તમામ મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

  1. રાજકોટ હૈદરાબાદની પ્રથમ ફ્લાઈટનું રાજકોટમાં આગમન, બેંગ્લૂરુથી પણ શરુ થશે ફલાઈટ
  2. Flight Between Surat To Dubai : સુરતથી દુબઈ વચ્ચેની ફ્લાઇટ આ તારીખના ભરશે ઉડ્ડાન, જાણો સંપૂર્ણ માહિતી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.