ETV Bharat / bharat

Padma Shri : ટેનિસ સ્ટાર રોહન બોપન્નાને ભારત સરકારની મોટી ભેટ, 7 પદ્મશ્રી એવોડીઝની યાદીમાં નામ આવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 2:55 PM IST

ભારત સરકારે રોહન બોપન્નાને મોટી ભેટ આપી છે. તેની શાનદાર રમત બાદ તેને મોટું ઈનામ મળવાનું છે. તે હાલમાં ઓસ્ટ્રેલિયા ઓપન મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગયો છે.

Padma Shri : ટેનિસ સ્ટાર રોહન બોપન્નાને ભારત સરકારની મોટી ભેટ, 7 પદ્મશ્રી એવોડીઝની યાદીમાં નામ આવ્યું
Padma Shri : ટેનિસ સ્ટાર રોહન બોપન્નાને ભારત સરકારની મોટી ભેટ, 7 પદ્મશ્રી એવોડીઝની યાદીમાં નામ આવ્યું

નવી દિલ્હી : ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી રોહન બોપન્ના આ દિવસોમાં ઓસ્ટ્રેલિયા ઓપનમાં ધૂમ મચાવી રહ્યો છે. હવે તેના ફેન્સ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં, ભારત સરકારે તેમને એક મોટું સન્માન આપવાની જાહેરાત કરી છે. રોહન બોપન્નાના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને દેશના પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક એવા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

  • Rohan Bopanna, the Karnataka tennis legend, has been conferred with the Padma Shri for his splendid achievements in the sport. He is also in the final of the Australian Open 2024 men’s doubles with Ebden. Let’s cheer for him and wish him the best!#RohanBopanna #PadmaShri #KSLTA pic.twitter.com/6Q6ieT8Q5F

    — Tennis Karnataka (@KarnatakaTennis) January 26, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

7 પદ્મશ્રી એવોડીઝની યાદીમાં નામ આવ્યું: તમને જણાવી દઈએ કે ગુરુવારે ગૃહ મંત્રાલય દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 7 ખેલાડીઓના નામ સમાવિષ્ટ છે. આ યાદીમાં કેટલાક કોચનો પણ સમાવેશ થાય છે જેમને તેમના યોગદાન માટે પદ્મશ્રીથી નવાજવામાં આવશે.

ફાઇનલમાં જીતની આશા : રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયન મેથ્યુ એબ્ડેન ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગયા છે. તેઓએ રોડ લેવર એરેના ખાતે સેમિફાઇનલમાં ઝાંગ ઝિઝેન અને થોમસ મેચેકને હરાવ્યા હતા. હવે તમામ ભારતીય ચાહકો તેમની પાસેથી ફાઇનલમાં જીતની આશા રાખી રહ્યા છે.

કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ : બોપન્ના ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝા પછી ડબલ્સમાં વિશ્વના નંબર 1 સ્થાને પહોંચનાર ચોથો ભારતીય ટેનિસ ખેલાડી બન્યો છે. બોપન્નાએ 43 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયા ઓપનની સેમિફાઇનલમાં પહોંચીને તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ વિશ્વ નંબર 1 રેન્કિંગ હાંસલ કરી છે.

જોશના ચિનપ્પાને પણ પદ્મશ્રી રોહન બોપન્ના ઉપરાંત તમિલનાડુની પ્રોફેશનલ સ્ક્વોશ પ્લેયર જોશના ચિનપ્પાને પણ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 37 વર્ષીય સ્ક્વોશ ખેલાડી પ્રોફેશનલ સ્ક્વોશ સર્કિટમાં વિશ્વમાં 10મા ક્રમે છે. તમને જણાવી દઈએ કે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં તેણે સ્ક્વોશ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  1. Boxer Mary Kom: મેરી કોમે બોક્સિંગમાંથી સંન્યાસ લેવાની ખબરોને ફગાવી, કહ્યું...
  2. Suryakumar Yadav: સતત બીજીવાર મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ સૂર્યકુમાર યાદવે જીતી લીધો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.