ETV Bharat / bharat

Indian Ocean Conference : એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયામાં હિંદ મહાસાગર પરિષદ સંબોધતા કરી મોટી વાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 4:34 PM IST

ઓસ્ટ્રેલિયામાં હિંદ મહાસાગર પરિષદ
ઓસ્ટ્રેલિયામાં હિંદ મહાસાગર પરિષદ

હિંદ મહાસાગર પરિષદ દરમિયાન વિદેશપ્રધાન એસ. જયશંકરે પ્રાદેશિક અને વૈશ્વિક રાજનીતિમાં ભારત, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ક્વાડ ગ્રૂપિંગની વધતી જતી સુસંગતતા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જયશંકરે હિંદ મહાસાગરમાં જોડાણને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. ઉપરાંત ઓસ્ટ્રેલિયા સાથે દ્વિપક્ષીય સંબંધોને વિસ્તારવાની સંભાવના અંગે ચર્ચા કરી હતી.

ઓસ્ટ્રેલિયા : હિંદ મહાસાગર પરિષદમાં ઓસ્ટ્રેલિયન સમકક્ષ પેની વોંગ સાથેની વાતચીત દરમિયાન વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે ક્વાડ ગ્રૂપિંગની સુસંગતતા વધશે અને તે વિશાળ પ્રાદેશિક, રાજકારણ અને નીતિ માટે મોટું પરિબળ બનશે.

હિંદ મહાસાગર પરિષદ : બે દિવસીય હિંદ મહાસાગર કોન્ફરન્સમાં ભારત, US, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ક્વોડ અથવા ચતુર્ભુજ સુરક્ષા સંવાદ વિશે બોલતા જયશંકરે કહ્યું કે, ગ્રુપીંગ એ મુખ્ય શક્તિઓની બદલાતી ક્ષમતાઓ અને સમગ્ર વિશ્વ માટે તેની અસરોનું પરિણામ છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના આક્રમક વર્તનનો સામનો કરવા માટે 2017 માં ક્વાડની (Quad) સ્થાપના કરવામાં આવી હતી.

જયશંકરે કહ્યું, તે શીત યુદ્ધના અંત પછી બદલાઈ ગયેલા ઓસ્ટ્રેલિયા, US અને જાપાન સાથે અમારા માટે ત્રણ અત્યંત મહત્વપૂર્ણ સંબંધોને પ્રતિબિંબિત કરે છે. આ ચાર દેશો મેરીટાઇમ સ્પેસના ચાર ખૂણા પર સ્થિત છે અને ચોક્કસ પરિપ્રેક્ષ્ય લાવે છે. હું એકદમ આત્મવિશ્વાસપૂર્વક આગાહી કરું છું કે ક્વાડની સુસંગતતા વધશે અને તે વિશાળ પ્રાદેશિક અને પ્રદેશની રાજનીતિ અને નીતિની બહાર એક મોટું પરિબળ બનશે.

ક્વાડની સ્થાપના : હિન્દ મહાસાગરના દેશો સાથે ભારતની ભાગીદારી વિશે વાત કરતા જયશંકરે કહ્યું, આજે હિંદ મહાસાગરના પુનઃનિર્માણ અને તેને ફરીથી જોડવાનો પડકાર છે. તમે એક એવા ભારતને જોવા જઈ રહ્યા છો જે હિંદ મહાસાગરમાં વધુ ઊંડાણપૂર્વક સંકળાયેલું હશે અને વધુ ઊંડાણપૂર્વક રોકાણ કરશે. આપણું ધ્યેય એ હોવું જોઈએ કે હિંદ મહાસાગર જેવું ભૂતકાળમાં હતું તેવું આજના કરતાં વધુ કનેક્ટેડ, વધુ સીમલેસ અને વધુ પેનેટ્રેટિવ કેવી રીતે બનાવી શકાય.

જયશંકરે કહ્યું, મને લાગે છે કે તેઓ ખરેખર ધીરજપૂર્વક અને આદરપૂર્વક આ પ્રદેશનું પુનઃનિર્માણ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સાથેના દ્વિપક્ષીય સંબંધો વિશે વાત કરતા જયશંકરે કહ્યું કે, આગળ વધવા માટે પુષ્કળ અવકાશ છે. મને લાગે છે કે આપણે વ્યવસાયની બાજુ અને આર્થિક બાજુએ ઘણું બધું કરી શકીએ છીએ. જયશંકરે કહ્યું કે, હું દ્વિપક્ષીય સંબંધો વિશે ખૂબ જ "બુલીશ" છે કારણ કે ત્યાં મોટી સંભાવના છે.

ભારતીય મૂળના સૈનિક નૈનસિંહ સૈલાની : જયશંકરે ભારતીય મૂળના સૈનિક નૈનસિંહ સૈલાનીને સમર્પિત સૈલાની એવન્યુની પણ મુલાકાત લીધી હતી. જયશંકરે X પર પોસ્ટ કરતા લખ્યું, અમારા ભારતીય સમુદાયના નેતાઓને ત્યાં મળીને આનંદ થયો. રેકોર્ડ્સ દર્શાવે છે કે 7 ફેબ્રુઆરી, 1916 ના રોજ પર્થમાં ઓસ્ટ્રેલિયન ઈમ્પીરીયલ ફોર્સમાં જોડાતા પહેલા નૈનસિંહે મજૂર તરીકે કામ કર્યું હતું. શિમલામાં જન્મેલા નૈન સિંહને ઓસ્ટ્રેલિયન અને ન્યુઝીલેન્ડ આર્મી કોર્પ્સની (Anzac) 44 મી પાયદળ બટાલિયનમાં સૈનિક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે તેઓ 43 વર્ષના હતા.

સૈનિક નૈનસિંહ સૈલાની 1916 માં ઓસ્ટ્રેલિયન ઈમ્પીરીયલ ફોર્સીસ સાથે ભરતી થયેલા ભારતીય સમુદાયના 12 જાણીતા એન્ઝાકમાંના એક હતા. ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કરેલી આક્રમક ઝુંબેશ બેલ્જિયન અભિયાનમાં માર્યા ગયેલા બે ભારતીયોમાંથી એક હતા. નૈન સિંહને બેલ્જિયમમાં યુદ્ધમાં શહીદ થયેલ ઓસ્ટ્રેલિયન સૈનિકોની સાથે દફનાવવામાં આવ્યા છે. તેમણે બ્રિટિશ યુદ્ધ ચંદ્રક, વિજય ચંદ્રક અને 1914/15 સ્ટાર સહિત ત્રણ મેડલ મેળવ્યા હતા.

  1. S. Jaishankar News: નેપાલના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સાથે એસ. જયશંકરે મુલાકાત કરી
  2. Iranian President India Visit : ઈરાનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, લાલ સમુદ્રમાં હુથીના હુમલા અંગે કરી ચર્ચા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.