ETV Bharat / bharat

શેરબજારમાં રાહુલ ગાંધીનું રોકાણ જાણીને ચોંકી જશો, કરોડોમાં કરે છે કમાણી - Rahul Gandhi income

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 4:12 PM IST

શેરબજારમાં રાહુલ ગાંધીનું રોકાણ
શેરબજારમાં રાહુલ ગાંધીનું રોકાણ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ છેલ્લા 10 વર્ષમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં તેમના રોકાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેમાં રાહુલ ગાંધીના રૂ. 4.33 કરોડના શેર અને રૂ. 3.81 કરોડના મ્યુચ્યુઅલ ફંડ્સ છે. લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટ મુજબ 15 માર્ચ, 2024 સુધીમાં સ્ટોક અને મ્યુચ્યુઅલ ફંડનું કુલ મૂલ્ય 8.14 કરોડ રૂપિયા છે.

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ છેલ્લા 10 વર્ષમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં તેમના રોકાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. રાહુલ ગાંધી રૂ. 4.33 કરોડના શેર અને રૂ. 3.81 કરોડના મ્યુચ્યુઅલ ફંડ્સ ધરાવે છે. કેરળની વાયનાડ સીટ પરથી ફરીથી ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચને (ECI) સોંપવામાં આવેલા રાહુલ ગાંધીના એફિડેવિટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર તેમની સંપત્તિમાં 9.24 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 11.5 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીએ 3 એપ્રિલે કેરળના વાયનાડથી ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યમાં લોકસભાની 20 બેઠકો માટે સાંસદોને ચૂંટવા માટે એક તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. તમને જણાવી દઈએ કે નોમિનેશન લેટરની સાથે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટમાં ઉમેદવારની પ્રોપર્ટી અને તેની સામે પેન્ડિંગ કેસ વિશેની અંગત માહિતી હોય છે.

રાહુલ ગાંધીનું સ્ટોક હોલ્ડિંગ
રાહુલ ગાંધીનું સ્ટોક હોલ્ડિંગ

રાહુલ ગાંધીનું સ્ટોક હોલ્ડિંગ :

રાહુલ ગાંધીના સ્ટોક હોલ્ડિંગનો સૌથી મોટો હિસ્સો સ્મોલકેપ સુપ્રજીત એન્જિનિયરિંગમાં છે. ત્યારબાદ ITC અને ICICI બેંકનો નંબર આવે છે. રાહુલ પાસે સુપ્રજીતમાં 16.65 લાખથી વધુની કિંમતના 4,068 શેર હતા. છેલ્લા 12 મહિનામાં આ સ્ટોકે લગભગ 20 ટકા વળતર આપ્યું છે. તેમની પાસે ITC અને ICICI બેન્કમાં અનુક્રમે 3,039 શેર અને 2,299 શેર હતા, જેની બજાર કિંમત રૂ. 12.96 લાખ અને રૂ. 24.83 લાખ હતી.

રાહુલ ગાંધીના પોર્ટફોલિયોના અન્ય શેરોમાં આલ્કાઈલ ઈમાઈન્સ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, દિપક નાઈટ્રાઈટ, ડિવીજ લેબોરેટરીઝ, ઈન્ફોસીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ટાઈટન કંપનીનો સમાવેશ થાય છે.

માર્કેટ કેપના સંદર્ભમાં પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. ત્યારબાદ બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ છે. 15 માર્ચ સુધીમાં પિડિલાઇટમાં તેમના 1,474 શેરનું બજાર મૂલ્ય રૂ 43.27 લાખ છે. બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટ્સ માટે 551 શેર અને 1,231 શેરનું મૂલ્ય અનુક્રમે રૂ. 35.89 લાખ અને રૂ. 35.29 લાખ છે.

રાહુલ ગાંધીનું મ્યુચ્યુઅલ ફંડ રોકાણ :

રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલા મ્યુચ્યુઅલ ફંડમાં HDFC સ્મોલ કેપ રેગ-જી, ICICI પ્રુડેન્શિયલ રેગ સેવિંગ્સ-G, PPFAS FCF ડી ગ્રોથ અને HDFC MCOP DP GRનો સમાવેશ થાય છે. તેમની પાસે 15 માર્ચ, 2024 ના રોજના રૂ. 15.21 લાખના બજાર મૂલ્ય સાથે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ પણ છે.

  1. કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો, મહિલા અનામત, જાતિ ગણતરી સહિત અનેક દાવાઓનો સમાવેશ
  2. રાહુલ ગાંધીએ આપી ગેંરટી, કહ્યું - 'એવા પગલાં લેવાશે કે ફરી કોઈની હિંમત નહીં થાય'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.