ETV Bharat / bharat

CM Kejariwal on bjp: દિલ્હીમાં આપ સરકારને પાડવાનો પ્રયાસ કરી રહી છે ભાજપ: કેજરીવાલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 6:16 PM IST

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની પોસ્ટ લખીને ભાજપ પર આરોપ લગાવ્યો છે.

CM Kejariwal on bjp
CM Kejariwal on bjp

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર AAP સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે પહેલાની જેમ ભાજપ ફરી એકવાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. બિહારમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ફરીથી ભાજપમાં જોડાઈ શકે છે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ શનિવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાની વાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના સંપર્કમાં છે. જોકે, ભાજપે કેજરીવાલ પર વળતો પ્રહાર કર્યો છે, દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કરતા તેમને ચોર, ભ્રષ્ટાચારી ગણાવ્યાં હતાં.

આપનો ભાજપ પર ગંભીર આરોપ: આતિશીના આ આરોપ પછી તરત જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને ભાજપના ઓપરેશન લોટસ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું, 'તાજેતરમાં તેઓએ દિલ્હીના અમારા 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે, તેઓ થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરી લેશે, અને ત્યાર બાદ ધારાસભ્યને તોડીશું. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે અને ત્યાર બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. 25 કરોડ આપીશું અને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી પણ લડાવીશું.

  • पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…

    — Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલ પર કર્યો વળતો પ્રહાર

આપ સરકારને પાડવાનું કાવતરૂ: તેમણે આગળ લખ્યું, 'જો કે તે દાવો કરે છે કે તેણે 21 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારી માહિતી અનુસાર તેણે અત્યાર સુધી માત્ર 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ ના પાડી દીધી છે. મતલબ કે મારી ધરપકડ કોઈ દારૂ કૌભાંડની તપાસ માટે કરવામાં આવી રહી નથી, પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા. પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી.

  1. Bihar Political Devlopment : બિહાર રાજકારણમાં શબ્દયુદ્ધ તેજ, નીતિશ સહિતના નેતાઓની બયાનબાજીમાંથી લગાવો તાગ
  2. Bihar politics: બિહારમાં નવા-જૂનીના એંધાણ, ભાજપે પટનામાં બોલાવી ભાજપ ધારાસભ્ય દળની બેઠક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.