ETV Bharat / bharat

CPR Treatment : CISF જવાને વિદેશી મુસાફરનો જીવ બચાવ્યો, દિલ્હી એરપોર્ટ પર બની ઘટના

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2024, 4:43 PM IST

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર CISF જવાને વિદેશી મુસાફરનો જીવ બચાવ્યો છે. મળતી માહિતી અનુસાર ફ્રાંસના રહેવાસી 63 વર્ષીય બર્ટ્રાન્ડ પેટ્રિક અચાનક જમીન પર પટકાયા હતા. એક સુરક્ષાકર્મીએ તાત્કાલિક CPR આપીને મુસાફરનો જીવ બચાવ્યો હતો. Indira Gandhi International Airport, CPR

CISF જવાને વિદેશી મુસાફરનો જીવ બચાવ્યો
CISF જવાને વિદેશી મુસાફરનો જીવ બચાવ્યો

નવી દિલ્હી : દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા માટે તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના (CISF) જવાને CPR આપીને એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. CISF ના પ્રવક્તા અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ અપ્રૂવ પાંડેએ જણાવ્યું કે, એક વિદેશી હવાઈયાત્રી IGI એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યારે સુરક્ષા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તે XBS એક્સ-રે મશીન પાસે લાઈનમાં ઊભો હતો. પરંતુ અચાનક તે બેભાન થઈને જમીન પર પડી ગયો.

એરપોર્ટ પર તૈનાત CISF જવાનની નજર પેસેન્જર પર પડી અને જરા પણ સમય બગાડ્યા વિના તેણે તરત જ પેસેન્જરને CPR આપવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ મેદાંતા મેડીકલના તબીબને ફોન કરી તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. જેના પરિણામે થોડા જ સમયમાં મુસાફરની હાલતમાં સુધારો થવા લાગ્યો. બાદમાં સંપૂર્ણ તપાસ પછી ડોક્ટરે તેમને હવાઈ મુસાફરી માટે ફિટ જાહેર કર્યા.

હવાઈયાત્રીની ઓળખ ફ્રાંસના રહેવાસી 63 વર્ષીય બર્ટ્રાન્ડ પેટ્રિક તરીકે થઈ હતી. તે વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટથી પેરિસ જઈ રહ્યો હતો. આ દરમિયાન દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ બનાવ બન્યો હતો. જોકે CISF જવાને સમયસર CPR આપીને એક મુસાફરનો જીવ તો બચાવ્યો જ, પરંતુ તુરંત જ તબીબને સ્થળ પર બોલાવીને મુસાફરના શરીરની તપાસ કરાવી તે હવાઈ મુસાફરી માટે ફિટ છે તે સુનિશ્ચિત કર્યું હતું.

પીડિત મુસાફર ફિટ જાહેર થયા બાદ CISF ટીમનો આભાર માન્યો હતો. આ પહેલા પણ CISF ના જવાનોએ એરપોર્ટથી લઈને મેટ્રો સ્ટેશન સહિતના અન્ય સ્થળોએ CPR આપીને લોકોના જીવ બચાવ્યા છે.

  1. Dalit Student Beaten: ભાષણના અંતે 'જયભીમ, જય ભારત' બોલવા બે વિદ્યાર્થીએ દલિત વિદ્યાર્થીને માર્યો ઢોર માર
  2. Muzaffarnagar Murder Case : મિલકતમાં ભાગ ન આપવો પડે એટલે પિતાએ 3 મહિનાની પુત્રીની હત્યા કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.