Gyanvapi mosque case : વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે - અલ્હાબાદ હાઈકોર્ટ

author img

By ETV Bharat Gujarati Desk

Published : Feb 2, 2024, 3:44 PM IST

વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે

જ્ઞાનવાપી કેસ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે આજે 2 ફેબ્રુઆરી શુક્રવારના રોજ મોટો આદેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. આ કેસની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ : જ્ઞાનવાપી કેસ મામલે આજે 2 ફેબ્રુઆરી શુક્રવારના અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. જ્ઞાનવાપી કેસમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને આદેશ આપતા કહ્યું કે, સરકારે સમગ્ર વિસ્તારની સુરક્ષા કરવી જોઈએ. ઉપરાંત અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના આદેશમાં યોગી સરકારને જ્ઞાનવાપી સંકુલને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો.

અલ્હાબાદ હાઇકોર્ટનો આદેશ : અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, કેસની સુનાવણી દરમિયાન કોઈ નુકસાન કે નિર્માણ ન કરવું. કોર્ટે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવા પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી. 30 વર્ષ પછી પ્રથમ વખત ગુરુવારે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવામાં આવી હતી. જ્ઞાનવાપી કેસની આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં થશે. મુસ્લિમ પક્ષ દ્વારા પડકારવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો.

મુસ્લિમ પક્ષની અરજી : મુસ્લિમ પક્ષની અરજીની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે વચગાળાના સ્ટેની અરજીને મંજૂરી આપી ન હતી. હાઈકોર્ટે કહ્યું છે કે મસ્જિદ સમિતિને 6 ફેબ્રુઆરી સુધી પોતાની અપીલમાં સંશોધન કરી શકે છે. તો રિસીવરની નિમણૂક કરવાની આટલી ઉતાવળ શા માટે હતી. મુસ્લિમ પક્ષના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, હિંદુ પક્ષની અરજીને 17 જાન્યુઆરીએ રિસીવરની (વારાણસી ડીએમ) નિમણૂક કરીને મંજૂરી આપવામાં આવી હતી. 31 જાન્યુઆરીએ વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જ્ઞાનવાપી કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં 4 ભોંયરાઓ છે. હિન્દુ પક્ષ કયા ભોંયરામાં પ્રાર્થના કરવા માંગે છે તે અંગે કોઈ દાવો કરવામાં આવ્યો ન હતો. મુસ્લિમ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે હિન્દુ પક્ષ વ્યાસના ભોંયરામાં સમાવિષ્ટ ચાર ભોંયરામાંથી એકમાં પૂજા કરવાની માંગ કરી રહ્યો છે.

  1. Varanasi Gyanvapi Puja Started : જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં 30 વર્ષ બાદ થઈ પૂજા, કમિશનર ડીએમે આરતી દર્શન કર્યાં
  2. Gyanvapi Case: જ્ઞાનવાપી પરિસરમાં આવેલા વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.