ETV Bharat / bharat

West bengal jail: જેલમાં કેવી રીતે ગર્ભવતી થઈ રહી છે મહિલા કેદીઓ ? કસ્ટડીમાં 196 બાળકો !

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 1:45 PM IST

પશ્ચિમ બંગાળની તમામ જેલોમાં એમિકસ ક્યૂરીએ કોલકાત્તા હાઈકોર્ટમાં એક ગંભીર અરજી દાખલ કરી છે, આ અરજીમાં તેમણે રાજ્યની સુધાર ગૃહોમાં મહિલા કેદીઓની કસ્ટડી દરમિયાન ગર્ભવતી થવાનો મુદ્દો ઉઠાવ્યો છે.Calcutta High Court

West bengal jail
West bengal jail

કોલકાત્તા: પશ્ચિમ બંગાળની તમામ જેલોમાં એમિકસ ક્યૂરીએ કોલકાત્તા હાઈકોર્ટમાં એક ગંભીર અરજી દાખલ કરી છે, આ અરજીમાં તેમણે રાજ્યની સુધાર ગૃહોમાં સજા ભોગવી રહેલી મહિલા કેદીઓની કસ્ટડી દરમિયાન ગર્ભવતી થવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ અરજી મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગનાનમ અને ન્યાયમૂર્તિ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, "મને જાણવા મળ્યું છે કે કસ્ટડીમાં રહેલી મહિલા કેદીઓ ગર્ભવતી બની રહી છે. હાલમાં વિવિધ જેલોમાં પહેલેથી જ 196 બાળકો ઉછરી રહ્યાં છે. તેથી મારૂં સૂચન છે કે, સુધાર ગૃહમાં મહિલા કેદીઓના વિભાગમાં પુરૂષ કર્મચારીઓના પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ."

કસ્ટડીમાં રહેલી મહિલા કેદીઓનું સત્ય: આ અરજીમાં વધુમાં જણાવાયું છે કે, એમિકસ ક્યુરીએ તાજેતરમાં જેલના મહાનિર્દેશક સાથે સુધાર ગૃહની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને એક સગર્ભા સ્ત્રી કેદી અને અન્ય 15 બાળકો તેમની માતા સાથે કસ્ટડીમાં રહેતા જોવા મળ્યા હતા.

ખંડપીઠે સ્વીકાર્યો ગંભીર મુદ્દો: અરજીની સુનાવણી કર્યા પછી, ખંડ પીઠે સ્વીકાર્યું કે એમિકસ ક્યુરીએ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેથી, તેમણે નિર્દેશ આપ્યો કે આ બાબતને ફોજદારી કેસોની સુનાવણી કરતી ડિવિઝન બેંચ સમક્ષ મૂકવામાં આવે, જેથી સરકારી વકીલની હાજરી સુનિશ્ચિત કરી શકાય.

ચિંતાજનક બાબતનો ટૂક સમયમાં ઉકેલ ? આ મામલો માત્ર માનવ અધિકારો સાથે સંબંધિત નથી, પણ કેદીઓના કલ્યાણ અને સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. હાઈકોર્ટના આદેશથી આ મામલે સંપૂર્ણ તપાસનો માર્ગ મોકળો થયો છે અને આશા છે કે આ સળગતી સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં મળી જશે.

  1. Haldwani violence: હલ્દવાનીમાં હિંસા, પોલીસ ફાઈરિંગમાં 2નાં મોત, 300થી વઘુ ઘાયલ
  2. Nirmala Sitharaman fake letter head: નાણામંત્રી સીતારમણની નકલી સહી સાથે ગૃહમંત્રીને લખ્યો પત્ર, FIR નોંધાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.