ગુજરાત

gujarat

મુળી તાલુકાના અલગ અલગ ગામોમાંથી મોટા પાયે ગેરકાયદેસર પાણીની ચોરી ઝડપાઈ

By

Published : May 9, 2021, 4:54 PM IST

સુરેન્દ્રનગર : જિલ્લા પાણી પુરવઠા વિભાગની ટીમે વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસને સાથે રાખી હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન મુળી તાલુકાના ગઢાદ, રામપરા,‌ દાણાવાડા, ખાટડી સહિતના ગામોની સીમમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન સાથે ચેડાં કરી ગેરકાયદેસર કનેક્શન લઇ પાણી ચોરી કરવામાં આવતી હતી. અંદાજે 12થી વધુ ગેરકાયદેસર કનેક્શનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને વડોદરા તરફ‌ જતી અને પાણી પુરું પાડતી પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર પાણીની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ચેકીંગ હાથ ધર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details