ગુજરાત

gujarat

દ્વારકાના ગઢેચી ગામની હાલત દયનીય, ચોમાસામાં દર વર્ષે થાય છે સંપર્ક વિહોણું

By

Published : Jul 17, 2022, 7:34 AM IST

દ્વારકા: જિલ્લાના ગઢેચી ગામના સર વિસ્તરમાં દર વર્ષે 2-3 મહિના સુધી પાણી ભરાઈ (Flood Situation In Ghadechi Dwarka) રહે છે. દ્વારકા ના ઘડેચી ગામમાં 100 જેટલા ખેડૂતો હેરાન પરેશાન છે.અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું (Gujrat Rain Update) નથી. અંદાજે 100 જેટલા ખેડૂતો દર વર્ષે સંપર્ક વિહોણા થઈ જાય છે. 2-3 મહિના સુધી બાળકો શિક્ષણથી વંચિત રહે છે. પાણી ભરાતા ખેતરો જળાશયો બની જાય છે. 3 મહિના પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોની એક મૌસમ દર વર્ષે નિષ્ફળ જાય છે. સહાયતાના બણગાં ફુકતી સરકારે એકેય વર્ષ એક રૂપિયો પણ સહાય આ ખેડૂતોને આપી નથી. દર વર્ષે ખેડૂતો લગત વિભાગમાં અનેક રજૂઆતો કરે છે. તંત્રના બહેરા કાને ખેડૂતોનો અવાજ સંભળાતો જ નથી. પાણી નિકાલની તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

ABOUT THE AUTHOR

...view details