Jai Jagannath:ભગવાન જગન્નાથની રથયાત્રા જોઈને અંગ્રેજો પણ થયા હતા આશ્ચર્યચકિત
પુરીની વિશ્વ વિખ્યાત રથયાત્રાનો ઉલ્લેખ બ્રહ્મા પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને કપિલા સંહિતા જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથ, બાલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓને મંદિરની બહાર લાવવા અને તેમને રથમાં સ્થાપિત કરવાની વિધિને પહિન્દ વિધિ કહેવામાં આવે છે. રથયાત્રા દરમિયાન 'પુરીના રાજાઓ' રથને સોનાની સાવરણીથી સાફ કરે છે. આ ધાર્મિક વિધિને 'છેરા પહંરા' કહેવામાં આવે છે. રાજા ભગવાનની સેવા કર્યા પછી જ રથ ફરે છે. ભગવાનની સેવા સમાજના એક ખાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેને દાહુકા કહેવામાં આવે છે. તેઓ ભગવાનની સેવામાં કવિતા ગાયા છે. આ કવિતાઓ પ્રજનનક્ષમતા અને જીવનચક્રની ચર્ચા કરે છે જેમાં કેટલાક એવા શબ્દો છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે જાહેરમાં થતો નથી. 1995 માં આ પ્રથા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તે પ્રથા ફરી શરૂ થઈ છે. આ પરંપરા એકદમ દુર્લભ બની છે. દેવતાઓની શોભાયાત્રા મંદિરથી ગુંદીચા મંદિર સુધી પહોંચે છે, જે મંદિર રાજા ઇન્દ્રદ્યુમ્નાની રાણીની યાદમાં બનાવવામાં આવ્યું હતું. પાંચમાં દિવસે ભગવાન જગન્નાથની પત્ની દેવી લક્ષ્મી પોતાના પતિને મળવા માટે ગુંડીચા મંદિરે મુલાકાત માટે જાય છે. જ્યારે રથમાં વપરાયેલા લાકડાનો ઉપયોગ બાદમાં રસોઇ બનાવવામાં કરવામાં આવતો હતો. અહીં એક સમયે 1 લાખ લોકો માટે ભોજન બનાવવામાં આવતું હતું. તે વિશ્વનું સૌથી મોટું રસોડું માનવામાં આવે છે. બ્રિટીશ શાસન દરમિયાન, જ્યારે અંગ્રેજોએ વિશાળ રથ જોયા, ત્યારે તેઓ દંગ રહી ગયા અને જગન્નાથનું નામ જગરર્નાટ રાખ્યું હતું. અંગ્રેજી પરિભાષા મુજબ, તેનો અર્થ ખૂબ મોટું અથવા વિશાળ છે.