ગુજરાત

gujarat

વણાકબોરી ડેમ ભયજનક સપાટીએ ઑવરફલો, નીચાણવાળા વિસ્તારના 73 ગામને એલર્ટ કરાયા

By

Published : Aug 31, 2020, 4:58 PM IST

ખેડાઃ ભારે વરસાદના પગલે કડાણા ડેમ ઑવરફલો થતાં ડેમમાંથી મહીસાગર નદીમાં ભારે માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે વણાકબોરી ડેમ 237 ફૂટની ભયજનક સપાટી પર પહોંચતા વ્હાઈટ સિગ્નલ આપવામાં આવ્યું છે. આ કારણોસર નીચાણવાળા વિસ્તારના 73 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ખેડા જિલ્લાના 4 ગામ, પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના 17 ગામ, આણંદ જિલ્લાના 6 ગામ, બોરસદ અને અકલાવના 14 ગામ, વડોદરા જિલ્લાના 5 ગામ, પાદરાના 12 ગામ અને સાવલીના 15 ગામને એલર્ટ કરાયા છે. પાણીના ભારે પ્રવાહને કારણે ખેડાના ગળતેશ્વર મહીસાગર નદી પરનો વડોદરા-ખેડા જિલ્લાને જોડતો મહીસાગર નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને પુલ પરનો તમામ વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી સમયમાં જો નદીમાં વધારે પાણી છોડવામાં આવે તો તેને લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details