નર્મદા જિલ્લામાં 6 કાગડાનાના શંકાસ્પદ મોત ને લઈ ને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું
નર્મદા : જિલ્લામાં 6 કાગડાના શંકાસ્પદ મોત ને લઈ ને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. હજુ આ 6 કાગડાના મોતના સેમ્પલ ભોપાલ મોકલાવ્યા છે.જેનો રિપોર્ટ હજુ આવ્યા નથી પરંતુ સાવચેતીના ભાગ રૂપે હાલ નર્મદા જિલ્લામાં આવેલ 5 પોલટ્રી ફાર્મમાં સર્ચ ચેકીંગ કરી જરૂરી.સૂચના આપવામાં આવી છે. આ સાથે રાજપીપલામાં આવેલ.ચિકન સેન્ટરો પર પણ નમાના લેવામાં આવ્યા છે.આ સાથે આ રોગ સૌથી વધુ મરઘીમાં જોવા મળતો હોય છે.કલગી ફૂલી જવી મોઢામાંથી લાળ પડવી સહિતના લક્ષણો દેખાય તો તરત જાણ કરવી જેતે મરઘી ને અલગ રાખી જરૂરી સાવચેતી રાખવામાં આવે એવી સૂચના નાયબ નિયામક પશુપાલન નર્મદાએ જણાવ્યું હતું.