ગુજરાત

gujarat

અંબાજી મંદિરમાં સાતમા નોરતે જાણે કીડીયારુ ઉભરાયું, ખેડૂતોની ટેક પૂરી થતા આવયા માથું ટેકવા

By

Published : Oct 3, 2022, 10:57 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

()
બનાસકાંઠા નવરાત્રી ઉત્સવ પૂર્ણ થવાના આડે હવે ગણતરી દિવસો જ બાકી રહ્યા છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં સાતમા નોરતે અંબાજી મંદિરના ચાચરચોકમાં હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. સમગ્ર ચાચરચોકમાં જાણે કીડીયારુ ઉભરાયું હોય તેમ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સહીત યાત્રિકો સાતમા નોરતે જોવા મળ્યા હતા. ગરબાના પ્રારંભે આણંદ જિલ્લાના લીંગડા ગામના એક ખેડૂત પુત્ર પોતાને ત્યાં સારી ખેતીવાડીને સારો વ્યવસાય થતો હોવાની ટેક પુરી થતા સતત 20માં વર્ષે નવરાત્રીના સાતમા નોરતે માતાજીના ચાચરચોકમાં પોતાના શરીરે લોખંડ ફ્રેમમાં 500 દીવડા ગોઠવી માતાજીની આરતી ઉતારી હતી. એટલુંજ નહીં સતત પોતાની વ્યવસાય ને લઈ માતાજી ટેક પુરી કરતા હોવાથી આ વખતે પોતાની સાથે અન્ય ખેડૂતોને પણ અંબાજી લઈ આવ્યા હતા. જ્યારે આજે સાતમા નોરતે રાજ્યના ઉર્જા પ્રધાન મુકેશ પટેલ પણ પોતાના પરીવાર સાથે અંબાજી મંદિરે પહોંચી મંદિરના ચાચરચોકમાં માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. Navratri Festival 2022 Banaskantha Navratri festival Banaskantha Ambaji Temple Anand district Lingda village Energy Minister of Gujarat Ambaji Temple Chachar Chowk Seventh Day Navratri Ambaji Temple farmers came for taking blessings
Last Updated :Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details