ગુજરાત

gujarat

Jangannath Rathyatra 2022 : જૂઓ અંબાજીમાં જગન્નાથ રથયાત્રાનો ભક્તિમય માહોલ

By

Published : Jul 1, 2022, 3:40 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

અંબાજીઃ કોરોનાના બે વર્ષ રથયાત્રા બંધ રહ્યા બાદ યાત્રાધામ અંબાજીમાં જગન્નાથજીની રથયાત્રા જયજગન્નાથના જય ઘોષ સાથે યોજાઇ હતી. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ (Daharmik Utsav Seva Samiti) દ્વારા બે વર્ષ કોરોના મહામારીના કારણે રથયાત્રા મુલતવી રખાઇ હતી. ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલરામ અંબાજીની નગરચર્યા નીકળ્યાં હતાં. અંબાજી રાધાકૃષ્ણ મંદિરથી (Ambaji Radha krishn Mandir Rathyatra) નીકળેલી જગન્નાથ રથયાત્રા 2022માં ભગવાન જગન્નાથજીની આરતી કર્યા બાદ પ્રસ્થાન (Ambaji Jagannath Rathyatra 2022) કરાવવામાં આવ્યું હતું. આ વખતે મામેરું બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે ભક્તો દ્વારા રથયાત્રામાં જોડાયેલાં તમામ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવતુ હોય છે તે પણ મોકૂફ રાખી પોલીસના બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Jangannath Rathyatra 2022 ) અંબાજીના માર્ગો પર ફરી હતી. જેને લઇ અંબાજીમાં ભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું. રથયાત્રામાં પ્રસાદ તરીકે જાંબુ કાકડી અને ફણગાવેેલા મગનો પરંપરાગત પ્રસાદ પણ વહેચવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનને લઇ અંબાજીમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું હતું.
Last Updated :Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details