ગુજરાત

gujarat

Jagannath Rathyatra 2022 : જય જગન્નાથના નાદ સાથે ભગવાન રથમાં થયા બિરાજમાન

By

Published : Jul 1, 2022, 7:04 AM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

અમદાવાદ : 145મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Jagannath Rathyatra 2022) નીકળવા જઈ રહી છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. ત્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને રથમાં (Jagannath Bhagvan Rath Birajman) બેસાડવામાં આવ્યાં છે. જય જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોને દર્શન આપવા નાથ નગરચર્ચાએ નીકળી રહ્યા છે. આ ઉપરાંત ભગવાનને પ્રિય ખીચડો અને ડ્રાયફુટનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. જગન્નાથ મંદીરેથી જગતના નાથ વાજતે ગાજતે નીકળશે. જેમાં મોટી સંખ્યા ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે.
Last Updated :Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details