ગુજરાત

gujarat

ચૂંટણી પંચની ઓફિસને વિશેષ શણગાર, 'અવસર લોકશાહીનો' થીમ પર તૈયાર થઈ વિશાળ રંગોળી

By

Published : Dec 1, 2022, 10:12 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

રાજ્યભરમાં આજે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાનનો (First Phase voting for Gujarat Election 2022) પ્રારંભ થઈ છૂક્યો છે. ત્યારે આજે રાજ્યની ચૂંટણી પંચની ઓફિસને અવસર લોકશાહીની થીમ (Avasar Lokshahi no theme) પર શણગારવામાં (Election Commission of Gujarat Office decoration) આવી છે. મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં કુલ મતદારો પૈકી 1,24,33,362 પુરૂષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો તેમજ અન્ય 497 મતદારો નોંધાયા છે. જ્યારે 18થી 19 વર્ષની વયના કુલ 5,75,560 મતદારો છે, જે પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 13,000 જેટલા મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
Last Updated :Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details