ગુજરાત

gujarat

મહીસાગરમાં આભડછેટ નાબૂદી માટે બેનર પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

By

Published : Sep 17, 2022, 8:49 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

મહીસાગર જિલ્લાના બાલાસિનોર, વિરપુર અને લૂણાવાડામાં બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે નવસર્જન ટ્રસ્ટ અને દલિત સમાજ દ્વારા આભડછેટ નાબૂદ કરવાના મુદ્દાઓને લઈ 90 મીટર લાંબુ બેનર અને નવ ફૂટ ઉચું EVM મશીન સાથે વોટ ફોર સંવિધાન અંતર્ગત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. 24 સપ્ટેમ્બર 1932ના દિવસે પૂના કરાર થયાં તેને આ વર્ષે 90 વર્ષ પૂરા થશે. આ પુના કરારના વાંચનને યાદ કરાવવા 90 મીટર લાંબુ બેનર બનાવાયું છે જેમાં લખ્યું છે કે જે પક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ચૂંટણી ઢંઢેરામાં આભડછેટ દૂર કરવાનું આયોજન કરશે તેને મત આપીશું. આ સાથે આભડછેટ દૂર કરવા માટે શું કરવું તેને લઈને બાર મુદ્દાવાળું મોટું EVM મશીન વીવીપેટ સાથે દર્શાવાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સમાજ અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમા પાસે જઈ અનેક નારા સાથે અને કોઈપણ પક્ષ માટે દલિત અસ્પૃશ્ય નથી તેમજ દલિતોની મતની કિંમત સમજાય તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. Eradication of Untouchability Banner Display in Mahisagar , Vote for Constitution , Poona Agreement , Navsarjan Trust , Gujarat Assembly Election 2022
Last Updated :Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details