ગુજરાત

gujarat

આ વિસ્તારમાં પુરી ગ્રાન્ટ વપરાતી નથી, મળતીયાઓ માટે ગ્રાન્ટ ડાયવર્ટ

By

Published : Nov 26, 2022, 4:17 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

વિધાનસભાની ચૂંટણી ને આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાંતા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ યાત્રાધામ અંબાજી ખાતે ચૂંટણીલક્ષી કામગીરી માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દીપ પ્રગટાવી શુભારંભ કરાયો છે. ચૂંટણી કાર્યાલયમાં મહત્તમ આસપાસના વિસ્તારોમાંથી આવતા કાર્યકર્તાઓ પોતાની ચર્ચા વિચારણા સાથે કામગીરીની આપલે કરી શકે સાથે મતદારો પણ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી શકે તેવા હેતુસર કાર્યાલયને જિલ્લા પંચાયતના પ્રમુખ વાલકીબેનની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોની વચ્ચે આ કાર્યાલય ને ખુલ્લું મુકાયું હતું. સાથે આ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ ઉપસ્થિત લોકોને મતદારોને પડતર પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી. આ પ્રસંગે કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાતા તેમને ખેસ તેમજ ફુલહાર પહેરાવી સ્વાગત પણ કરાવ્યું હતું. સાથે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ 125 ઉપરાંત સીટો મેળવી પોતાની સરકાર બનાવશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. Gujarat Assembly Election 2022 Election Office Central Election Office
Last Updated :Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details