ગુજરાત

gujarat

કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની અટકાયત

By

Published : Aug 3, 2022, 6:11 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરા: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) દ્વારા ગઈકાલે નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના(Money Laundering Case) સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. જેને પગલે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના(Vadodara District Congress Committee) આગેવાનોએ ગાંધીનગર ગૃહમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. જોકે પોલીસ દ્વારા કોંગ્રેસના તમામ આગેવાનોની અટકાયત કરતાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે ધરણા યોજાયા હતા. મહત્વનું છે કે આ ધરણા પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, સહ પ્રભારી, શહેર કોંગ્રેસ પ્રમુખ(Vadodara Congress President) ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમી રાવત, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર, સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આજ સમયે કોંગ્રેસના વિરોધમાં પોલીસની એન્ટ્રી થઈ હતી. ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ કર્મીઓ દ્વારા બળ પૂર્વક કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ અત્યાચાર કરી રહી છે, આજે શાંતિપ્રિય ધરણા હોવા છતાં તેમને ન થવા દીધા. અમારા નેતાઓને બળજબરી પૂર્વક દમન કરીને ગુંડા વર્તન કર્યું છે. જેનો જવાબ આવનારા સમયમાં ભાજપ અને પોલીસે આપવો પડશે. પોલીસ દ્વારા કરાયેલા આ કાર્યવાહીનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પણ કરાયો હતો.
Last Updated :Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details