ગુજરાત

gujarat

સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતએ ઉમેદવારી નોંધાવી

By

Published : Nov 11, 2022, 6:17 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

અમરેલીના સાવરકુંડલા વિધાનસભા બેઠક (Savarkundla assembly seat) પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રતાપ દુધાતએ આજે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારીપત્ર (Gujarat Assembly Election 2022) રજુ કરતા પહેલા તેઓએ સાવરકુંડલાના વિવિધ મંદિરોમાં દર્શન કરી સાધુ સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ સાવરકુંડલાની પટેલવાડી ખાતે એક જંગી જાહેરસભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સભા સંબોધતા અને માધ્યમો સાથે વાત કરતા તેઓએ ભાજપના ઉમેદવાર મહેશ કસવાળાને આયાતિ ઉમેદવાર ગણાવ્યા હતા. અને આકરા પ્રહારો કર્યા હતા. સાવરકુંડલા લીલીયા બેઠકના કોંગી ઉમેદવાર (Savarkundla assembly seat) પ્રતાપ દુધાત આજે ઉમેદવારીપત્ર ભરવા પટેલ સમાજ ખાતે સભા યોજી હતી. ગઈકાલે મોડી રાત્રે જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયું હતું. સંત અને શિવના દર્શન કરીને પટેલ વાડી ખાતે યોજી જાહેર સભામાં સાવરકુંડલા લીલીયા શહેર અને તાલુકા ભરમાંથી મોટી જન મેદની ઊમટી પડી હતી. આ સભામાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પૂર્વ કૃષિપ્રધાન ધીરુ દૂધવાળા સુખરામ બિશ્નોઈ પ્રભારી પૂર્વ ધારાસભ્ય ઠાકરશી મેતલિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવા જશે. પ્રાંત કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ રજૂ કરાયું હતું.
Last Updated :Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details