ગુજરાત

gujarat

કેન્દ્રીય પ્રધાન રૂપાલા : માતૃભાષામાં શિક્ષણ-પુસ્તકાલય-પુસ્તકો આપણી કેળવણીના પ્રાણ હોવા જોઈએ

By

Published : Aug 1, 2022, 8:35 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

10 જુલાઇએ કેન્દ્રીય રાજ્યપ્રધાન પરશોતમ રૂપાલાની (Union Minister of State Parshotham Rupala ) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આવેલી જીરા પ્રાથમિક શાળાના (Jeera Primary school ) દોઢસો વર્ષની ઉજવણી નિમિત્તે 'સાર્ધ શતાપ્દી' મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં અત્યાર સુધી શિક્ષણ આપનારા 33 ગુરુજનોનું સન્માન કરી અને ગુરૂવંદના પણ કરવામાં આવી હતી. જીરા સાર્ધ શતાપ્દી મહોત્સવ સમિતિ અને જીરા જનજાગૃતિ સુરત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગામની શાળામાંથી અભ્યાસ કરી અને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને જીરાના ગૌરવસમાં મહાનુભાવોનું, સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય રૂપાલાએ જણાવ્યું કે, બાળકોને માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ (Primary education in mother tongue) આપવું જોઈએ. આપણે બાળકોને કોઈ પણ ભાષા શીખવાડીએ પરંતુ માતૃભાષા અચૂક શીખવાડવી જોઈએ. માતૃભાષા, પુસ્તકાલય અને પુસ્તકો આપણી કેળવણીના પ્રાણ હોવા જોઈએ. શિક્ષણ માટે અન્ય ભાષા જરુરી છે એટલી જ માતૃભાષા પણ અનિવાર્ય છે. પોતાનું ઉદાહરણ ટાંકતા તેમણે ગુજરાતી ભાષાની કેળવણીને શ્રેય આપ્યો હતો અને કહ્યુ કે, શિક્ષકથી કેન્દ્રીય રાજ્યપ્રધાન સુધીની સફર માતૃભાષાની કેળવણીના લીધે ક્યાંય પણ અટકી હોય તેવું બન્યું નથી ઉલટાનું માતૃભાષામાં મળેલા શિક્ષણે તેમના ઘડતરમાં મોટું યોગદાન આપ્યું છે.
Last Updated :Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details