ભણતર વર્સિસ ખેલપ્રેમની સમસ્યાનું નિરાકરણ શું ? ક્રિકેટના જાણકાર અને ખેલાડીના મત જાણો
Published : Dec 30, 2023, 6:07 PM IST
ભાવનગર : ભારતમાં રમતગમત ક્ષેત્રે અનેક ખેલાડીઓ નાની ઉંમરથી જોડાઈ જતા હોય છે. કેટલાકને અભ્યાસ પાછળ રહી જાય છે તો કેટલાક રમતને પાછળ મૂકી આવતા હોય છે. ત્યારે ETV BHARAT એ ભણવું કે રમવું આ મુદ્દે ક્રિકેટના જાણકાર અને ક્રિકેટના કોચ સાહિત ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી હયી. ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીના સભ્યએ પણ પોતાનો મત આપ્યો હતો. "ભણવું કે રમવું" આ સમસ્યાનું નિરાકરણ શું કરવું તે વિશે ક્રિકેટના જાણકાર અને ખેલાડીના મત જાણવા પ્રયાસ કર્યો હતો. આજના સમયમાં રમતગમત ક્ષેત્રે વાલીઓ પણ જાગૃત બનીને પોતાના વિદ્યાર્થીઓને આગળ વધારી રહ્યા છે. સૌથી વધારે ક્રિકેટ પ્રેમીઓ વધારે જોવા મળી રહ્યા છે. પરંતુ રમતમાં આવ્યા બાદ બાળકો માટે બાર વર્ષની ઉંમરે તો સરળતા રહે છે. પરંતુ જ્યારે 20 વર્ષની ઉંમર વટાવ્યા બાદ કારકિર્દીના પ્રારંભના સમય શું કરવું તેની ચિંતા જરૂર સતાવે છે. પરંતુ શરૂઆતથી જ કરેલું આયોજન વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં સુખદાયી જરૂર નિવડી શકે છે. અહીંયા સવાલ છે ભણવું કે રમવું કે પછી બંને કરવું, તેના માટે અમે ગુજરાત સ્પોર્ટસ ઓથોરિટીના સભ્ય અને ક્રિકેટ કોચ સહિત ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી હતી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. આ કોચ અને ખેલાડીઓએ જણાવ્યું તે રમતગમત ક્ષેત્રે આવતા ખેલાડીઓને જરૂર ભવિષ્ય માટે આયોજન કરવામાં મદદરૂપ થઈ શકે છે. ચાલો જાણીએ શું કહે છે દરેક રમતગમત ક્ષેત્રના જાણકાર અને ખેલાડીઓ. કવીન્દ્રભાઈ સભ્ય,ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને જીતુભાઇ પાટીલ કોચ, ક્રિકેટ ટીમ સહિત મોર્ય ઘોઘારી, હેત વાઘેલા, યુગ વાઘાણી અને મયૂર પાટીલે આ ચર્ચામાં ભાગ લીધો હતો.