ગુજરાત

gujarat

બે વખત UPSCની પરીક્ષા ક્રેક કરનારા સુરતના કાર્તિકે ETV Bharat સાથે કરી ખાસ વાતચીત

By

Published : Aug 4, 2020, 6:31 PM IST

સુરતઃ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનીંગ મેળવી રહેલા સુરતના કાર્તિક જીવાણીએ બીજી વખત UPSC પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. મંગળવારના રોજ યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ સુરતના કાર્તિકે મેળવ્યો છે. ઓલ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો કાર્તિકે 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ગુજરાતી મીડિયમની શાળાથી ભણતરની શરૂઆત કરનાર કાર્તિકે IIT મુંબઈમાં બી.ટેક કર્યું છે અને ત્યારબાદ 2019માં UPSCની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને IPS માટેની પસંદગી પણ થઈ ગઈ હતી. પરંતુ કાર્તિક સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર રાવ સાહેબની જેમ IAS બનવા માંગતો હતો આ જ કારણ છે કે તેને ફરીથી UPSC જેવી કઠિન પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને આજે તે ફરી વખત UPSCની પરીક્ષા ઉતીર્ણ કરી છે. એવું જ નહી ગત વર્ષની પરીક્ષા કરતા આ વર્ષે સારુ પરિણામ હાંસલ કર્યું છે. વર્ષ દરમિયાન રોજનું 10 કલાક વાંચન કાર્તિક કરતો હતો. કાર્તિકે ETV Bharat સાથે આ અંગે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details