ગુજરાત

gujarat

ધરમપુરમાં 'રબાડા' તરીકે ઓળખાતા વિકાસની વિનુ માંકડ ટ્રોફી માટે પસંદગી

By

Published : Sep 20, 2021, 10:08 PM IST

ધરમપુરમાં 'રબાડા' તરીકે ઓળખાતા વિકાસની વિનુ માંકડ ટ્રોફી માટે પસંદગી

'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય' આ યુક્તિને સાર્થક કરી છે ધરમપુર ખાતે રહેતા એક 19 વર્ષીય સામાન્ય પરિવારના યુવકે. સામાન્ય રીતે મહોલ્લામાં, ખેતરોમાં કે ગલીઓમાં ક્રિકેટ રમીને પોતાની પ્રતિભાના ઓજસ પાથરીને સૌને મંત્ર મુગ્ધ કરનાર યુવકની હવે અન્ડર 19 વિનુ માંકડ ટ્રોફી માટે પસંદગી થઈ છે. જેને લઈને તેના પરિજનો અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી જોવા મળી છે.

  • વિનુ માંકડ ટ્રોફી માટે ધરમપુરના યુવકની થઈ પસંદગી
  • સામાન્ય પરિવારમાંથી આવતા યુવકની પસંદગી થતા પરિજનોમાં ખુશી
  • ફાસ્ટ બોલર હોવાથી તેને ધરમપુરમાં "રબાડા" તરીકે ઓળખાય છે

વલસાડ: જિલ્લાના ધરમપુર ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરી સામે એક સામાન્ય પરિવારમાંથી આવતાં વિકાસ મહલા નામના યુવાન સમગ્ર ભારતમાં ખ્યાતનામ એવા વિનુ માંકડ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે અંડર 19 ટીમમાં પસંદગી થવા પામી છે. જેને લઇને સમગ્ર ધરમપુર તેમજ તેમના મિત્ર અને પરિવારજનોમાં આનંદની લાગણી છે. આ ક્ષણને તેમણે પેંડા વેચીને મોઢું મીઠું કરીને ઉજવણી કરી હતી.

ધરમપુરમાં 'રબાડા' તરીકે ઓળખાતા વિકાસની વિનુ માંકડ ટ્રોફી માટે પસંદગી

આસપાસના ગામોમાં રબાડા તરીકે ઓળખવામાં આવે છે

ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતો વિકાસ ધરમપુર અને તેની આસપાસના ગામોમાં યોજાતી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અગાઉ પણ અનેક ઇનામો મેળવી ચૂક્યો છે. તેના ઘરે અનેક ટોપીઓ જોવા મળી રહી છે. મહત્વનું છે કે, ધરમપુરમાં રહીને વિકાસ દ્વારા ગલી ક્રિકેટ અને છેલ્લે વિવિધ ગામોમાં યોજાતી ટૂર્નામેન્ટમાં ભાગ લઇને પોતાની પ્રતિભા દર્શાવી છે. તે ફાસ્ટ બોલિંગ માટે જાણીતો હોવાથી ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં તેને 'રબાડા' તરીકે ઓળખવામાં આવે છે.

વિનુ માંકડ ટ્રોફી માટે 13 માં નંબર પર થઈ પસંદગી

આગામી દિવસમાં યોજાવા જઈ રહેલી વિનુ માંકડ અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે સમગ્ર ગુજરાતભરમાંથી ગાંધીનગર ખાતે સિલેક્શન માટે અનેક યુવકો આવ્યા હતા. જોકે, આ સિલેક્શનમાં માત્ર 20 જેટલા ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 13મા નંબરે બોલર તરીકે વિકાસની પસંદગી કરવામાં આવી છે.

ધરમપુરમાં 'રબાડા' તરીકે ઓળખાતા વિકાસની વિનુ માંકડ ટ્રોફી માટે પસંદગી

આર્થિક સ્થિતિ નબળી હોવાથી આગળ વધવા માટે મિત્રો કરી રહ્યા છે મદદ

વિકાસના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે અને તેને આગળ લાવવા માટે તેના મિત્રો અને કેટલાક દાતાઓ આર્થિક સહયોગ કરીને મદદરૂપ થઇ રહ્યા છે. જેને લઇને વિકાસ અત્યાર સુધીમાં જ્યારે પણ ટૂર્નામેન્ટ રમવા જાય ત્યારે ટિકિટના ખર્ચથી લઇને તમામ ખર્ચો કેટલાક મિત્ર વર્તુળમાંથી ઉપાડી રહ્યા છે. ત્યારે આવા તમામ લોકોનો વિકાસ આભાર માની રહ્યો છે.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details