ગુજરાત

gujarat

Blood Donation Camp in Valsad: ધરમપુરમાં એક સાથે 25 લોકોએ દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી રચ્યો ઈતિહાસ

By

Published : Nov 29, 2021, 9:35 AM IST

વર્તમાન સમયમાં લોકોમાં દેહદાન અને અંગદાન (donating body and organ) અંગે જાગૃતિ આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ હવે લોકો આ અંગે જાગૃત થયા છે. ધરમપુર અને કપરાડા જેવા આંતરિયાળ વિસ્તારમાં (Inland areas like Dharampur and Kaprada) જ્યાં લોકો રક્તદાન કરવા આગળ નથી આવતા તેવા વિસ્તારમાં 4 સામાજિક સંસ્થાઓના સહયોગથી મહારક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં લોકોને અંગદાન અને દેહદાન (donating body and organ) અંગે જાગૃત કરાયા હતા. તેના પરિણામ સ્વરૂપે 25 જેટલા લોકોએ અંગદાન અને દેહદાન (donating body and organ) કરવાનો એકસાથે સંકલ્પ કર્યો હતો, જે ધરમપુરના ઈતિહાસમાં (25 people made history ) પહેલી વખત થયું છે.

Blood Donation Camp in Valsad: ધરમપુરમાં એક સાથે 25 લોકોએ દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી રચ્યો ઈતિહાસ
Blood Donation Camp in Valsad: ધરમપુરમાં એક સાથે 25 લોકોએ દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી રચ્યો ઈતિહાસ

  • વલસાડમાં 4 સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયો મહારક્તદાન કેમ્પ
  • કેમ્પમાં અંગદાન અને દેહદાન કરવા 25 લોકોએ એકસાથે સંકલ્પ કર્યો
  • મહારક્તદાન શિબિરમાં 100 બોટલ રક્ત એકત્ર કરવામાં મળી સફળતા
  • રક્તદાન કરનારા દાતાઓને વિશેષ સન્માન કરીને સન્માનિત કરાયા

વલસાડઃ જિલ્લાના ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં (Inland areas like Dharampur and Kaprada) જ્યાં લોકો રક્તદાન (blood donation camp in Valsad ) કરવા માટે આગળ નથી આવતા, ત્યાં ધરમપુર વિસ્તારમાં 4 સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજવામાં આવેલા મહારક્તદાન શિબિર અને અંગદાન (donating body and organ at the same time) અને દેહદાન અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 25 જેટલા લોકોએ (25 people made history) આગળ આવીને અંગદાન અને દેહદાન કરવાનો એકસાથે (25 people made history) સંકલ્પ કર્યો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધરમપુરના ધારાસભ્યએ સંકલ્પ લેનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ લોકોને પ્રેરાઈને આગળ આવી અંગદાન અને દાન કરવા માટે તેમણે શુભેચ્છા પણ પાઠવી હતી. તેમનું કહેવું હતું કે, અંતરિયાળ વિસ્તારમાં ધીમે ધીમે શિક્ષણનું સ્તર ઉપર આવતા રૂઢિપ્રથાઓ તેમ જ ગેરમાન્યતાઓ આ અંગે જાગૃતિ આવી રહી છે.

મહારક્તદાન શિબિરમાં 100 બોટલ રક્ત એકત્ર કરવામાં મળી સફળતા

આ પણ વાંચો-Corona Vaccination Mega Camp: ધોરાજીમાં લઘુમતી સમાજના લોકોએ ગેરમાન્યતા ભૂલી લીધી કોરોનાની વેક્સિન

અંગદાન અને દેહદાન અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો

જિલ્લાના ધરમપુરમાં આવેલા કાનજી ફળિયામાં 4 સામાજિક સંસ્થાઓએ મહારક્તદાન શિબિરતેમ જ અંગદાન અને દેહદાન અંગે એક વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો, જે અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં 25 જેટલા લોકોએ આગળ (25 people made history) આવીને અંગદાન, નેત્રદાન, દેહદાન કરવાનો સંકલ્પ (donating body and organ at the same time) કર્યો હતો. મહત્ત્વનું છે કે, આ 25 જેટલા લોકોએ આગળ (25 people made history) સંકલ્પ (donating body and organ at the same time) લેતા નવી પેઢીમાં જાગૃતિ આવી હોવાનું અનેક લોકો જણાવી રહ્યાં છે. તેમ જ મૃત્યુ બાદ પણ તેમના અંગો અન્યના શરીરમાં સજીવન રહે અને લોકોને તેમના અંગોથી જીવતદાન મળે તેવા ઉમદા હેતુથી તેઓ આ સંકલ્પ (donating body and organ at the same time) કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

વલસાડમાં 4 સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયો મહારક્તદાન કેમ્પ

રેમ્બો વોરિયર્સના લોકો અંતરિયાળ વિસ્તારમાં કરી રહ્યા છે સામાજિક કાર્યો

ધરમપુર ખાતે છેલ્લા કેટલાક સમયથી રેમ્બો વોરિયર્સ ધરમપુરના કાર્યકર્તાઓ દ્વારા સતત ધરમપુર અને તેની આસપાસના અંતરિયાળ ગામોમાં અનેક સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેમાં અંતરિયાળ ગામોમાં લાઈબ્રેરીઓ શરૂ કરવી, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાના આપનારા યુવાનોને તેમના જ ગામમાં સરળ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને. આ સાથે જ દરેક ગામોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવું, જેથી જરૂરિયાતમંદ લોકોને સમયસર મળી રહે તેમ જ અન્ય સામાજિક કાર્યો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે રેમ્બો વોરિયર્સ (Rambo Worriors) અને અન્ય 3 સંસ્થાઓના સહયોગથી આજે સતત 70મા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેહદાન અને અંગદાન અંગેનો રેમ્બો બોર્ડના સભ્યોએ પણ સંકલ્પ (donating body and organ at the same time) લીધો હતો.

વલસાડમાં 4 સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયો મહારક્તદાન કેમ્પ

4 સામાજિક સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું

ધરમપુરના કાનજી ફળિયા ખાતે સ્વર્ગીય આલિયા અંકિતભાઈ પટેલના સ્મરણાર્થે પાર્થ ટ્રેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ (Vapi Sakar Jeevan Vikas Trust) મુંબઈ તેમ જ ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ (Umiya Social Trust Valsad) અને રેમ્બો ધરમપુરના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમનો પ્રારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશ પટેલ તેમ જ તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિત અનેક આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેમ્પમાં અંગદાન અને દેહદાન કરવા 25 લોકોએ એકસાથે સંકલ્પ કર્યો

આદિવાસી સમાજમાં આજે પણ દેહદાન અને અંગ દાન કરવા માટે કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે

ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં (Inland areas like Dharampur and Kaprada) લોકોમાં શિક્ષણ અને જાગૃતિના અભાવ હોવાથી આજે પણ અંગદાન અને દેહદાન અંગે કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. તેમ છતાં પણ લોકો શિક્ષિત બનતા હવે ધીમે ધીમે લોકો અંગદાન નેત્રદાન કે દાન (donating body and organ) કરવા માટે આગળ આવી રહ્યા છે. આદિવાસી સમાજનું લોકોનું માનવું છે કે, જો આ જન્મમાં મૃત્યુ સમયે અગ્નિ સંસ્કારના સમયે શરીરમાં જો કોઈ અંગ એક પણ ઓછું હોય તો તે બીજા જન્મમાં પણ તે અંગે ઓછું લઈને જન્મે છે. એટલે કે બીજો જન્મ ખોડખાપણવાળો આવતો હોવાની માન્યતા છે. આના કારણે લોકો અંગદાન કે દાન કરવા માટે આગળ આવતા નથી અને આ ગેરમાન્યતા દૂર કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે અને અન્ય સામાજિક સંસ્થાઓ હવે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં ધીરે ધીરે આગળ આવી રહી છે અને લોકોને સમજાવી રહી છે.

રક્તદાન કરનારા દાતાઓને વિશેષ સન્માન કરીને સન્માનિત કરાયા

આ પણ વાંચો-વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો

ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દેહદાન અને અંગદાન માટે વિશેષ અભિયાન ચલાવે છે

મૃત્યુ બાદ પણ પોતાના અંગો અને દાન આપીને અન્યનો જીવ બચાવવા માટે ઈચ્છતાં લોકો માટે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ (Umiya Social Trust Valsad) દ્વારા વિશેષ અભિયાન (Special campaign on organ donation in Valsad) ચલાવવામાં આવી રહ્યું છે. ઉમિયા સોશિયલ ટ્રસ્ટના (Umiya Social Trust Valsad) કેપ્ટને જણાવ્યું હતું કે, તેમના દ્વારા અનેક જગ્યાઓ ઉપર અંગદાન, દેહદાન અને નેત્રદાન (donating body and organ) માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે અને દરેક કાર્યક્રમોમાં પહોંચી લોકોને સમજણ આપવામાં આવી રહી છે કે મૃત્યુ બાદ લોકો આમ પણ અગ્નિ સંસ્કાર થયા બાદ રાખમાં જતા રહે છે પણ જો મૃત્યુ પહેલા અંગદાન કે દેહદાન (donating body and organ) કરવામાં આવે તો તેમના અંગો અન્ય નો જીવ બચાવી શકવા સમર્થ છે. એટલે કે અન્યના શરીરમાં તેમના અંગો પુનઃર્જિવિત થઈ અન્યને જીવતદાન આપી શકે છે, જે લોકો આ સમગ્ર બાબત સમજે છે. તેઓ આગળ આવીને નેત્રદાન મહાદાન કે અંગ દાનનો (donating body and organ) સંકલ્પ કરી લેતા હોય છે. આમ, ધરમપુર ખાતે આજે 4 સંસ્થાના સહયોગથી યોજવામાં આવેલા આ વિશેષ કાર્યક્રમમાં 25 જેટલા લોકોએ નેત્રદાન, અંગદાન અને દાન કરવા માટેનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ પ્રથમવાર યોજાયો હોવાથી 25 લોકો એકસાથે સંકલ્પ (donating body and organ at the same time) લેતા ધરમપુરમાં ઈતિહાસ (25 people made history) રચાયો છે.

ABOUT THE AUTHOR

...view details