ગુજરાત

gujarat

ભિલાડ RTO ચેક પોસ્ટ પરથી એલર્ટ ચેકીંગમાં 6 લાખનો ગાંજો ઝડપાયો

By

Published : Aug 20, 2019, 3:22 PM IST

etv bharat valsad ()

વલસાડ: રાજ્યભરમાં આતંકવાદી હુમલાના ઇનપુટ મળી રહ્યા છે. જેને પગલે વલસાડ જિલ્લામાં પણ SOG, LCB અને ભિલાડ પોલીસના RTO ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. જે દરમિયાન ઉમરગામ તાલુકાના ભિલાડ RTO ચેક પોસ્ટ ઉપર રાત્રીના સમયે પોલીસના વાહન ચેકીંગ દરમિયાન એક કાર માંથી 60.200 કિલો ગાંજા સાથે 5 ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. કારમાંથી ગાંજો, મોબાઈલ અને રોકડ મળી કુલ 9,35,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

ભિલાડ RTO ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રથી વાપી તરફના ટ્રેક પર એક કારનં.MH-02-EH-2565ને તપાસ કરી અટકાયત કરવમાં આવી હતી. ત્યારે. કારમાંથી ગાંજા સાથે કાર ચાલક સહિત 5 ઇસમોની અટક કરી હતી.

ભિલાડ RTO ચેક પોસ્ટ ઉપર એલર્ટ ચેકીંગમાં 6 લાખનો ગાંજો ઝડપાયો
ઇસમોની વધુ તપાસ હાથ ધરતા તેઓ મુંબઈથી વાપી આ ગાંજો લઈ જઈ રહ્યા હતા. પોલીસે ગાંજાની હેરાફેરી કરનાર નઇમ અનવર શૈખ, ગણેશ ઉર્ફે દિપુ કિશોર ચંદ્ર બહેરા, કે. મહાવીર ઉર્ફે કે.નરસિમ્હા, કાર્તિક ઉર્ફે પપ્પુ કિશોર ચંદ્ર બહેરા, કાનું ચરણ ઉર્ફે કિસાન રામચંદ્ર પરિડાની ધરપકડ કરી 60.200કિલો ગાંજો જેની અંદાજિત કિંમત 6 લાખ તથા અંગ ઝડતીમાં મોબાઈલ, એક કાર અને રોકડ રકમ મળી કુલ 9,35,000નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા હાથ ધરાયેલ ચેકીંગમાં ક્યાંક વાહનચાલકો પાસેથી વેપન મળી આવ્યાં હતાં. તો ક્યાંકથી દારૂની બોટલો પણ મળી આવી હતી. જે તમામ વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:વલસાડ :- રાજ્યભરમાં આતંકવાદી હુમલાના ઇનપુટના પગલે વલસાડ જિલ્લામાં પણ SOG, LCB અને ભિલાડ પોલિસના RTO ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાનઉમરગામ તાલુકાના ભિલાડ RTO ચેક પોસ્ટ ઉપર રાત્રીના સમયે પોલીસના વાહન ચેકીંગ દરમિયાન એક ઇટીઓસ્ કારમાં 60.200કિલો ગાંજા સાથે 5 ઈસમોની અટક સાથે અંગ ઝાડતીમાં ગાંજો, કાર, મોબાઈલ અને રોકડ મળી કુલ 9,35,000નો મુદ્દામાલ ભિલાડ ઝડપી પડ્યો હતો.Body:ભિલાડ RTO ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રથી વાપી તરફના ટ્રેક પર એક ઈટીઓસ કારનં.MH-02-EH-2565ને તપાસ અર્થે અટકાવતા બેગ અને થેલામાં સંદિગ્ધ વસ્તુ નઝરે પડતા વધુ તપાસ કરતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો.જે ગાંજાનું વજન આશરે 60.200 કિલો જણાયું હતું.ત્યાર બાદ કાર ચાલક સહિત 5 ઇસમોની અટક કરી હતી.


અટક કરાયેલ ઇસમોની વધુ તપાસ કરતા તેઓ મુંબઈથી વાપી આ ગાંજો લઈ જઈ રહ્યા હતા. પોલીસે ગાંજાની હેરાફેરી કરનાર નઇમ અનવર શૈખ, ગણેશ ઉર્ફે દિપુ કિશોર ચંદ્ર બહેરા, કે. મહાવીર ઉર્ફે કે.નરસિમ્હા, કાર્તિક ઉર્ફે પપ્પુ કિશોર ચંદ્ર બહેરા, કાનું ચરણ ઉર્ફે કિસાન રામચંદ્ર પરિડાની ધરપકડ કરી 60.200કિલો ગાંજો જેની અંદાજિત કિંમત 6 લાખ તથા અંગ ઝડતીમાં મોબાઈલ, એક કાર અને રોકડ રકમ મળી કુલ 9,35,000નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા હાથ ધરાયેલ ચેકીંગમાં ક્યાંક વાહનચાલકો પાસેથી વેપન મળી આવ્યાં હતાં તો ક્યાંકથી દારૂની બોટલો પણ મળી આવી હતી. જે તમામ વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details