ગુજરાત

gujarat

ધરમપુરમાં 300 કામદારો ચુંટણીના દિવસે રજાની માંગ સાથે ધરણા પર ઉતર્યા, અંતે કંપની ઝુકી

By

Published : Nov 30, 2022, 9:59 PM IST

ધરમપુરમાં 300 કામદારો ચુંટણીના દિવસે રજાની માંગ સાથે ધરણા પર ઉતર્યા, અંતે કંપની ઝુકી

વલસાડના ધરમપુર વાડીલાલ કંપનીમાં(Valsadna Dharampur Vadilal Company) 300 કામદારો ચુંટણીના (Gujarat Assembly Election 2022) દિવસે રજાની મનાઇ કરવામાં આવી હતી. અને તે બાદ કામદારો રજાની માંગ સાથે ધરણા ઉપર ઉતર્યા હતા. આખરે કંપનીએ કામદારોની વાત સાંભળી એને કાલે મતદાન માટે રજા આપી છે.

વલસાડધરમપુર વિધાનસભા(Dharampur Assembly) સહીત અનેક જગ્યા ઉપર તારીખ 1 ડીસેમ્બર 2022ના રોજ પ્રથમ તબક્કાનીચુંટણી યોજાનાર છે. ત્યારે કલેકટરે જાહેર નામું બહાર પાડી 1 તારીખના રોજ દરેક ઉદ્યોગોમાં સવેતન રજા જાહેરકરી હતી. તેમ છતાં ધરમપુર વિધાનસભા બેઠક(Dharampur assembly seat) ઉપર આવેલી વાડીલાલ કંપનીના 300 કામદારોને માત્ર ચુંટણીમાં મતદાન કરવા માટે ૪ કલાકની રજા આપવાની વાત કરતા હતા, ત્યારે કંપનીમાં કામ કરતા 300 કર્મચારીઓ આજે કંપની(Gujarat Assembly Election 2022) પરિસરમાં કામ છોડીને ધરણા ઉપર ઉતર્યા હતા.

ધરમપુરમાં 300 કામદારો ચુંટણીના દિવસે રજાની માંગ સાથે ધરણા પર ઉતર્યા, અંતે કંપની ઝુકી

રજા આપવામાં આવેતેઓને રજા આપવામાં આવે જેમના સમર્થનમાં અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને બીટીપી ઉમેદવાર સુરેશ પટેલ પણ તેમની સાથે ધરાણામાં જોડાયા હતા. કંપની સંચાલકો કામદારોને સમજાવવા માટે આવ્યા ત્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના(Indian Tribal Party) ઉમેદવાર સુરેશ બલ્લુભાઈએ કરી ધારદાર અને સચોટ રજૂઆત કે કામદારો છે તો કંપની નું આસ્તિત્વ છે. કામદારો કામ કરશે તો કંપનીને રેવન્યુ છે. એક દિવસની રજા માત્ર મતદાન કરવા માટે માંગી રહ્યા છે. અને તે તેમનો હક્ક છે કલેકટર દ્વારા પણ રજા જાહેર કરવામાં આવી છે. એક દિવસની રેવન્યુ તો કામદારો દરેક વખતે કમાઈને આપે છે. ત્યારે કંપનીની પણ ફરજ બને છે કે તેમના હક્ક તેમને આપવા જોઈએ. અને રજા આપવી જોઈએ.

ત્રણ કલાકની રકઝક 300 કામદારોના વિરોધ બાદ અને ધરણા પ્રદર્શન કર્યા બાદ આખરે કંપની 4 કલાક રજા મતદાન કરવા માટે આપવાની વાત કરતી હતી, તે પડતી મૂકી કામદારોની માંગ પૂર્ણ કરવા હામી ભરી હતી. અને સમગ્ર વિવાદનો નિવેડો આવ્યો હતો. સાથે જ દરેક કર્મચારી ને સવેતન રજા આવાની પણ મેનેજમેન્ટ દ્વારા વાત કરવામાં આવી હતી. જે બાદ કર્મચારીઓમાં જીતની ખુશી જોવા મળી હતી. આમ કેટલાક ઉધોગો આજે પણ એવા છે જે કલેકટરના જાહેર કર્યા બાદ પણ નિયમોને ન માની પોતાની મન માની કરતા આવ્યા છે. ત્યારે કમર્ચારી અને કામદારોની જાગૃતતાને કારણે આજે તેમના હક્ક ની રજા તેમને મળી હતી.

ABOUT THE AUTHOR

...view details