ગુજરાત

gujarat

વડોદરા BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડ રસીકરણનો પ્રારંભ

By

Published : Jan 17, 2021, 8:46 AM IST

ભારત દેશ માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે જે પ્રકારે આતુરતાથી ભારત દેશના વાસીઓ કોરોના મહામારી સામે લડત આપવા વેક્સિનની રાહ જોઇ રહ્યા હતા. તે આજે પુરી થઇ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઇન રાષ્ટ્રીય વેક્સિન પ્રોગ્રામ લોન્ચ કરી લોકો વચ્ચે કોરોના માટે કોવિડ રસીકરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડ રસીકરણનો પ્રારંભ
વડોદરા BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડ રસીકરણનો પ્રારંભ

  • વડોદરાના 6 સેન્ટરોમાં કોવિડ ટીકાકારણનો પ્રારંભ
  • 600 ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને કોવિડ વેક્સિન અપાય
  • વીડિયો કોન્ફરન્સ માધ્યમથી વિજયભાઈ રૂપાણી જોડાયા

વડોદરા : શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે 6 જેટલા સેન્ટરોમાં વેક્સિનેશન પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં વાત કરીએ બીએપીએસ સ્વામિનારાયણ શાસ્ત્રીય હોસ્પિટલમાં ડોક્ટર અને ફ્રન્ટલાઈન વોરિયર્સ કોવિડ રસીકરણ કરવામા આવ્યું હતું. જે રીતે છેલ્લા દસ મહિનાથી કોરોના દર્દીઓ સામે ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સેવા પૂરી પાડી અને વધુ સેવા કરી શકે તે હેતુસર વેક્સિનેશન ડોક્ટર ગાઈડ લાઈન પ્રમાણે અપાયું હતું.

વડોદરા BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડ રસીકરણનો પ્રારંભ

બીજેપીના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ કાઉન્સિલર સોલંકી પણ રહ્યા મોજૂદ

રસીકરણ બાદ 30 મિનિટ તેમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં બીજેપીના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટ કાઉન્સિલર સોલંકી પણ મોજૂદ હતા. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details