ગુજરાત

gujarat

વડોદરાના વાલીઓ શા કારણે ફંફોસી રહ્યાં છે ખિસ્સાં જાણો

By

Published : Jun 7, 2022, 4:00 PM IST

આગામી 13 જૂનથી ગુજરાતમાં સ્કૂલ શરૂ( Schools in Gujarat will start )થઈ રહી છે. વડોદરા શહેરમાં બાળકોના સ્કૂલ યુનિફોર્મ(School uniform), શૂઝ, બેગ તથા સ્ટેશનરીનો ખર્ચ સ્કૂલ ફી કરતા અલગથી કરવો પડે છે. સ્કૂલ ફી સિવાયના અન્ય ખર્ચમાં 15 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી રહ્યો છે. હાલમાં ખરીદી ઓછા પ્રમાણમાં થઇ રહી છે. કારણ કે વાલીઓ ખિસ્સાં ફંફોસી રહ્યાં છે

વાલીઓ પર મોંઘવારીનો બેવડો માર, સ્કૂલ ફ્રી સિવાય અન્ય ખર્ચમાં વધારો થતા બજારોમાં સન્નાટો
વાલીઓ પર મોંઘવારીનો બેવડો માર, સ્કૂલ ફ્રી સિવાય અન્ય ખર્ચમાં વધારો થતા બજારોમાં સન્નાટો

વડોદરા: આગામી 13 જૂનથી ગુજરાત બોર્ડની સ્કૂલો શરૂ થઈ ( Schools in Gujarat will start )રહી છે. હવે વાલીઓ પણ બાળકોના નવા સત્રની તૈયારીઓ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં બાળકોના સ્કૂલ યુનિફોર્મ(School uniform), શૂઝ, બેગ તથા સ્ટેશનરીનો ખર્ચ સ્કૂલ ફી કરતા અલગથી કરવો પડે છે, ત્યારે સ્કૂલ ફી સિવાયના આ અન્ય ખર્ચમાં 15 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી (School opens on June 13 in Gujarat)રહ્યો છે. જેને કારણે બજારમાં પણ સન્નાટો છવાયો છે. હાલમાં ખરીદી ખૂબ ઓછા પ્રમાણમાં થઇ રહી છે તેવું વેપારીઓ કહી રહ્યા છે, પરંતુ કોરોના કાળ બાદ આ રીતે ધીમે ધીમે ખરીદી ચાલી રહી છે તે સારી વાત છે.

મોંઘવારી

આ પણ વાંચોઃGSEB HSC Results 2022: સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવી ગુજરાતના આ જિલ્લાએ વગાડ્યો ડંકો

મોંઘવારીને લઈ બાળકોના શિક્ષણ પર અસર -કોરોના મહામારીમાં 2 વર્ષથી મોટા ભાગના બાળકો સ્કૂલે ગયા નથી. જેથી વાલીઓને માત્ર સ્કૂલની ફીનો જ ખર્ચ થયો હતો. પરંતુ હવે 2 વર્ષ બાદ બાળકો સ્કૂલે જશે, જેથી અન્ય ખર્ચ (School uniform costs parents)પણ વાલીઓએ કરવા પડશે. કોરોના બાદ જે પ્રકારે મોંઘવારી વધી છે, તેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ પડી છે અને તેની વાલીઓના બજેટ પર પણ અસર પડી છે. તમામ રો મટિરિયલ તથા અન્ય મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે. 2 વર્ષ દરમિયાન સ્ટેશનરી, સ્કૂલ બેગ અને યુનિફોર્મના વેપારમાં મંદીનો માહોલ હતો. પરંતુ આ વર્ષે હવે સ્કૂલો શરૂ થવાની છે ત્યારે વેપારીઓએ તૈયારી શરૂ કરી છે.

આ પણ વાંચોઃWorld School Game : વડોદરાની 17 વર્ષીય દિકરીએ વિદેશની ભોમ પર ભારતનો પ્રકાશ પાથર્યો

યુનિફોર્મ વેપારીની પ્રતિક્રિયા -સ્કૂલ યુનિફોર્મના વેપારી ધીરજભાઈએ જણાવ્યું હતું કે 2 વર્ષમાં તો કોઈ વાલી યુનિફોર્મ લેવા આવ્યું નથી, ક્યાંક ફરજિયાત હોય તેવા વાલી યુનિફોર્મ લેતા હતા. હવે આ વર્ષે યુનિફોર્મ તૈયાર કર્યા છે. અગાઉ કરતા અત્યારે ભાવમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે 15 થી 35 ટકાનો વધારો થયો છે. અત્યારે કોઈ વાલી યુનિફોર્મ લેવા આવે તો અગાઉની જેમ ખરીદી કરતા નથી. અગાઉ 3-4 યુનિફોર્મ લેતા હતા, તેની જગ્યાએ હવે 2 યુનિફોર્મ લઈને ચલાવે છે અને બજેટ પ્રમાણે ફરીથી ખરીદવાનું કહે છે.

વિદ્યાર્થીના વાલીની પ્રતિક્રિયા -જીજ્ઞેશભાઈએ જણાવ્યું કે મારે બે બાળકો છે અને બંને અલગ અલગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 2 વર્ષમાં કોરોના કાળમાં છોકરાઓ ઓનલાઈન ભણતા ન હતા જેની અસર અભ્યાસ પર પડી છે. સાથે અંતમાં સ્કૂલો ચાલુ થઇ હતી ત્યારે સ્કૂલ યુનિફોર્મ ખરીદી કરી હતી. નવા સત્રમાં સ્કૂલ યુનિફોર્મમાં બદલાવ આવતા આ યુનિફોર્મ ફરી નવો ખરીદવો ખુબ જ મુશ્કેલી પડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details