ગુજરાત

gujarat

વડોદરામાં નુપુર શર્મા સામે રોષ, રોડ પર પોસ્ટર લગાવી ધરપકડની માંગ

By

Published : Jun 10, 2022, 1:07 PM IST

Updated : Jun 10, 2022, 1:38 PM IST

વડોદરામાં નુપુર શર્મા સામે રોષ, રોડ પર પોસ્ટર લગાવી ધરપકડની માંગ

સુરતના જિલાણી બ્રિજ પર નુપુર શર્માના ફોટા પર જૂતાનું નિશાન લગાવીને તેઓની ધરપકડ કરવામાં આવે તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે બાદ હવે વડોદરામાં આ ઘટનાનું (Demand for arrest of Nupur Sharma)પુનરાવર્તન થયું છે. જેને પગલે તંત્ર દોડતું થયું છે. સ્થાનિકોમાં પણ આ કૃત્યને લઇને રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરાઃ ધાર્મિક વિવાદીત ટિપ્પણી કરતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને (Demand for arrest of Nupur Sharma in Vadodara)પક્ષમાંથી કાઢી મુકાયા છે, જે બાદ ઠેર ઠેર તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સુરતમાં નુપુર શર્માની ધરપકડ કરવાના પોસ્ટર બ્રિજ પર જોવા મળ્યા હતા. જે બાદ આજે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં રસ્તા પર નુપુર શર્મા (Nupur Sharma )તથા નવીન જિંદાલના (Naveen Jindal)ફોટા પર જૂતાની છાપ સાથે એરેસ્ટ કરવાના પોસ્ટર લગાડતા ઉત્તેજના વ્યાપી છે.

આ પણ વાંચોઃસાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી ઓક્યું ઝેર, કહ્યું - "હિજાબ ઘરમાં પહેરવું જોઈએ, કારણ કે..."

હવે ઘટનાનું વડોદરામાં પુનરાવર્તન -ભાજપને તેજ તર્રાર રાષ્ટ્રીય મહિલા પ્રવક્તાએ ટીવી ડિબેટ દરમિયાન ધાર્મિક વિવાદીત ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી બાદ દેશ વિદેશમાં તેઓની સામે વિરોધ ફાટી નિકળ્યો હતો. આ મામલએ ગરમાવો પકડતા નુપુર શર્મા અને પાર્ટીના નવીન જિંદાલને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જો કે આ બાદ પણ બન્નેનો વિરોધ આજદિન (Nupur Sharma protests in Vadodara)સુધી જારી છે, હવે તેઓનો વિરોધ ગુજરાતમાં આવી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃમોહમ્મદ પેગંબર પર ટિપ્પણી: ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, નવીન જિંદાલની પણ હકાલપટ્ટી

નુપુર શર્માની ધરપકડ કરવાની માંગ -તાજેતરમાં સુરતના જિલાણી બ્રિજ પર નુપુર શર્માના ફોટા પર જૂતાનું નિશાન લગાવીને તેઓની ધરપકડ કરવામાં આવે તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે બાદ હવે વડોદરામાં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રસ્તા પર નુપુર શર્મા અને નવીન જિંદાલના ફોટા પર જુતાનું નિશાન મારીને તેઓની ધરપકડ કરવાનું લખાણ કરીને પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તંત્ર દોડતું થયું છે. સ્થાનિકોમાં પણ આ કૃત્યને લઇને રોષ જોવા મળી રહ્યો છે.

Last Updated :Jun 10, 2022, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details