ગુજરાત

gujarat

World Tribal Day 2022: આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં

By

Published : Aug 9, 2022, 4:36 PM IST

World Tribal Day 2022: આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં, વિનોદ મોરડીયા
World Tribal Day 2022: આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં, વિનોદ મોરડીયા

વલસાડમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી( World Tribal Day 2022)કરવામાં આવી હતી. જેમાં ઉમરગામ તાલુકામાં અંદાજિત 3 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે 8.28 કરોડની સહાયનું 18,339 લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

વલસાડઃ વિશ્વ આદિવાસી દિવસ (International Tribal Day)નિમિત્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉત્સવ યોજાયો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સ્વામિનારાયણ ગુરુકુલ ભીલાડમાં રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પ્રધાન વિનોદ મોરાડીયાની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂળદેવી, દેવીદેવતાઓ અને ભગવાન બિરસામુંડાને દીપપ્રાગટય અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્‍યો હતો.

આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ -આદિવાસીઓના અપ્રતિમ બલિદાનને દેશ ક્યારેય ( World Tribal Day 2022)ભૂલી શકશે નહીં એમ કહેતા વિનોદ મોરડીયાએ જણાવ્‍યું હતું કે, આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં રહેતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્‍કૃતિ, ભાષા, અધિકારો માટે સંકલ્પબદ્ધ થવાનો અને ભગવાન બિરસામુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ છે.

આદિવાસી વિસ્તારના વિકાસ માટે બજેટમાં રકમની ફાળવણી -દેશની સેવામાં આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત(International Tribal Day celebration in Valsad)ગૌરવશાળી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજનો (Tribal society)સર્વાંગી વિકાસ થાય અને રાજ્‍યના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તે હેતુસર વર્ષ 2007માં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાવી હતી. તેમજ રાજ્યના મુખ્ય બજેટની જેમ આદિવાસી વિસ્તારના વિકાસ માટે બજેટમાં બહુધા રકમની ફાળવણી કરવામાં આવી હતી.

પોતાના વારસા અને સંસ્કૃતિને ભૂલવાની નથી -આદિવાસી વિસ્તારમાં પાણી પહોચાડવાનું કામ પણ અવિરત ચાલું જ છે. રાજ્ય સરકારની આદિવાસીઓ માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ થકી છેવાડાનો માનવી આર્થિક રીતે સધ્‍ધર બન્‍યો છે. આદિવાસીઓએ સંગઠિત થઈ દેશના વિકાસમાં સહભાગી થવું તેમજ પોતાના વારસા અને સંસ્કૃતિને ભૂલવાની નથી.

આ પણ વાંચોઃDivaso festival 2022: એક એવું ગામ જ્યાં દર વર્ષે મહિલાઓ વસ્ત્રોની થીમ પર ઉજવે છે દિવાસો

જંગલની જમીનના હક્ક પત્રકોનું વિતરણ -આ અવસરે મહાનુભાવોના હસ્‍તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને બોર્ડર વિલેજ યોજના હેઠળ આવાસ, પશુપાલન, પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ, ગણવેશ, અનાજ ઉપણવાના પંખા, કુંવરબાઈનું મામેરુ, સિકલસેલ દર્દીઓ, વૃદ્ધ પેન્શન, સ્વ સહાય જૂથ, નિરાધાર વૃધ્ધો સહાય, પાલક માતા પિતા, ડીસેબલ પેન્શન, દિવ્યાંગ બસ પાસ સહિત વિવિધ યોજનાના 18339 આદિજાતિના લાભાર્થીઓને કુલ રૂપિયા 828.10 લાખની સહાય અને વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આદિવાસીઓને અનેકવિધ ફાયદાઓ થયા -તાલુકાના કુલ રૂપિયા 293.95 લાખના 137 વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શ્રેષ્‍ઠ પશુપાલકો અને ખેડૂતોનું સન્‍માન પણ કરાયું હતું. આદિવાસીઓની અપ્રતિમ ક્ષમતાને બિરદાવતાં ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વ આદિવાસી દિવસ માત્ર બોલવા પૂરતો નથી પરંતુ આ દિવસની ઉજવણી દ્વારા આદિવાસીઓને અનેકવિધ ફાયદાઓ થયા છે. આદિવાસી લડવૈયાઓ છે તેથી જ તેઓ સૈનિક સ્કૂલમાં ભરતી થઈ દેશની સેવા કરવા માટે કટિબદ્ધ છે.

આ પણ વાંચોઃવિશ્વ આદિવાસી દિવસે સરકાર 'એક કાંકરે બે નિશાન' સાધવાની તૈયારીમાં

રોજગારી સહિત અનેક યોજનાઓનો લાભ -વિકાસની વાત કરીએ તો હવે શહેરી વિસ્તાર જેવી સુવિધાઓ આદિવાસી વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે. હાલમાં સરકાર દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પહેલા કરતા અનેકગણી વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સરકારની દરેક યોજનામાં સરખો ન્યાય થાય છે. આ અનેકવિધ યોજનાઓ અંતર્ગત ઉમરગામમાં આવાસ, વિધવા પેન્શન, રોજગારી સહિત અનેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

વિકાસયાત્રાની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મનું નિદર્શન કરાયું -કાર્યક્રમમાં હાજર દરેક લોકોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઝાલોદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો. ગુજરાત રાજ્‍યમાં આદિજાતિ વિકાસયાત્રાની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મનું નિદર્શન કરાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details