ગુજરાત

gujarat

વડોદરા ખેડૂત સંમેલન કાર્યક્રમનું આયોજન, CM રૂપાણીએ આપી હાજરી

By

Published : Dec 25, 2019, 3:09 PM IST

વડોદરા

વડોદરાઃ શહેરના સયાજીપુરા APMC માર્કેટ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં ખેડૂતોને થયેલા નુકસાનના પગલે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજનું વિતરણ મુખ્યપ્રધાન દ્વારા શરૂ કરાયું હતું. આ કાર્યક્રમમમાં મુખ્યપ્રધાન સહિત ભાજપના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અટલ બિહારી વાજપેઇના જન્મદિવસને ગુજરાત સરકાર સુશાસન દિવસ તરીકે ઉજવી રહી છે. જેના પગલે ખેડૂતોને સહાય ચૂકવવાની શરૂઆત કરાઈ છે. રાજ્યમાં 56.36 લાખ ખેડૂતોને 3795 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લાના 7,98,135 ખેડૂતોએ લાભ મેળવ્યો હતો.

રાજ્યમાં એક ઇંચથી વધુ વરસાદવાળા તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર 6,800 રૂપિયા મળશે તો સાવલી તાલુકાના 44 ગામોના ખેડૂતોને પતિ હેક્ટર 6,800 રૂપિયા ચૂકવવામાં આવશે. તેમજ વાઘોડિયા તાલુકાના ગામોને 4000 રૂપિયા સહાય પેટે ચૂકવવામાં આવશે. વડોદરામાં 82,552 લાભાર્થીઓએ પણ નોંધણી કરાવી હતી. જેમાંથી 53,607 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી.

વડોદરા APMC માર્કેટમાં ખેડૂતોને સહાય પેકેજનું વિતરણ કરાયું

વડોદરામાં પણ આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો સંમેલન યોજાયો હતું. જેમાં વડોદરા સહિત પાંચ જિલ્લાના 1,61,507 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત ખેડૂતો અને સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

આ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, " આજે સાંજ સુધી 8 લાખ ખેડૂતોના ખાતામાં સહાયની રકમ આવી જશે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી હતી કે, રાજ્યના ખેડૂતોને ઉનાળા, ચોમાસાના પાક માટે સરકાર પૂરતું પાણી આપશે. તીડના આતંક સામે સરકાર ખેડૂતો સાથે ઊભી છે અને તીડને દૂર કરવા માટે ડ્રોન કેમેરાથી દવા છંટકાવ કરવામાં આવી રહી છે. તેમજ પાક વીમા માટે સરકાર ગંભીર છે. વહેલીતકે વીમા કંપનીઓ પાક વીમો ચૂકવે તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે."

Intro:વડોદરામાં સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને સહાય પેકેજ નું વિતરણ કર્યું...

Body:મોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકશાનના પગલે ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.જેનું વિતરણ આજથી મુખ્યપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે..

Conclusion:અટલ બિહારી બાજપાઈ ના જન્મદિવસ ને ગુજરાત સરકાર સુશાસન દિવસ તરીકે ઉજવી રહી છે.જેના પગલે ખેડૂતોને સહાય ચૂકવવાની શરૂઆત કરાઈ છે. રાજ્યમાં 56.36 લાખ ખેડૂતોને 3795 કરોડ ની સહાય ચૂકવવામાં આવી હતી.. વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લાના 7,98,135 ખેડૂત ખાતેદારોએ લાભ મેળવ્યો હતો.રાજ્યમાં એક ઇંચથી વધુ વરસાદ વાળા તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર 6800 રૂપિયા મળશે તો સાવલી તાલુકાના 44 ગામોના ખેડૂતોને પતિ હેક્ટર 6800 રૂપિયા ચૂકવવામાં આવશે તો વાઘોડિયા તાલુકાના ગામોને 4000 રૂપિયા સહાય પેટે ચૂકવવામાં આવશે. વડોદરામાં 82,552 લાભાર્થીઓએ નોંધણી કરાવી હતી જેમાંથી 53,607 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી વડોદરા સહિત પાંચ જિલ્લાના 1,61,507 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી. ખેડૂત સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતાં મુખ્યપ્રધાને ખેડૂત સંમેલન માં કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસ પર ખેડૂતો ના નામે વોટ બેંક ની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો તો કોંગ્રેસ નેતાઓ ખેડૂતો ના નામે મગર ના આંસુ સારતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજે સાંજ સુધી 8 લાખ ખેડૂતો ના ખાતામાં સહાય ની રકમ આવી જશે આ ઉપરાંત મુખ્યપ્રધાને જાહેરાત કરી કે રાજ્યના ખેડૂતો ને ઉનાળા, ચોમાસા ના પાક માટે સરકાર પૂરતું પાણી આપશે તો તીડ ના આતંક સામે સરકાર ખેડૂતો સાથે ઊભી છે અને તીડ ને દૂર કરવા માટે ડ્રોન કેમેરા થી દવા છંટકાવ કરવામાં આવી રહી છે તેમજ પાક વીમા માટે સરકાર ગંભીર છે વહેલીતકે વીમા કંપનીઓ પાક વીમો ચૂકવે તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે..

બાઈટ- વિજય રૂપાણી મુખ્યમંત્રી

ABOUT THE AUTHOR

...view details