ગુજરાત

gujarat

લોકડાઉનમાં લગ્ન સિઝન બંધ હોવા છતા સરકારની મંજૂરી લઇ વડોદરામાં એક યુવાને કર્યા લગ્ન

By

Published : May 9, 2020, 10:23 AM IST

કોરોના વાઈરસના લોકડાઉનના કારણે આ વર્ષે લગ્ન સિઝન લગભગ નિષ્ફળ ગઇ છે. જેથી સરકારની મંજૂરી લઇ 15 મહેમાનોની ઉપસ્થિતિમાં વડોદરાના યુવાનના પરિવારે નક્કી કરેલી તારીખ 8 મેના રોજ લગ્ન કર્યા હતા.

લોકડાઉના કરણે લગ્ન સિઝન બંધ હોવા છતા સરકારની મંજૂરી લઇ વડોદરામાં એક યુવાને કર્યા લગ્ન
લોકડાઉના કરણે લગ્ન સિઝન બંધ હોવા છતા સરકારની મંજૂરી લઇ વડોદરામાં એક યુવાને કર્યા લગ્ન

વડોદરાઃ કોરોના વાઈરસના લોકડાઉનના કારણે આ વર્ષે લગ્ન સિઝન લગભગ નિષ્ફળ ગઇ છે,પરંતુ પાદરાની યુવતી અને વડોદરાના યુવાનના પરિવારે 5 માસ પહેલા નક્કી કરેલી 8 મેના રોજ સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. નવદંપતીએ લોકોને લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરી છે.

પાદરામાં વૈકુંઠ સોસાયટીમાં રહેતા પંકજભાઇ ચૌહાણની દીકરી ચાંદની અને વડોદરા ખાતે રહેતા દીપકભાઇ દેસાઇના પુત્ર પાર્થે 5 માસ પૂર્વે નિર્ધારીત 8 મેના રોજ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.બંને પરિવાર પોતાના સંતાનોના લગ્ન ધામધૂમથી કરવા ઇચ્છતા હતા.પરંતુ કોરોના વાઈરસના કારણે લોકડાઉનનો અમલ થતાં માત્ર 15 મહેમાનોની ઉપસ્થિતિમાં પાદરા વેરાઇ માતાના મંદિરમાં લગ્ન પ્રસંગ સંપન્ન કર્યો હતો.

લોકડાઉનમાં લગ્ન સિઝન બંધ હોવા છતા સરકારની મંજૂરી લઇ વડોદરામાં એક યુવાને કર્યા લગ્ન

ઉલ્લેખનિય છે કે,હાલ લગ્નની સિઝન છે.પરંતુ,લોકડાઉનના કારણે લગ્નની સિઝન નિષ્ફળ ગઇ છે.આ વર્ષે લગ્નની સિઝનમાં હજારો લગ્ન મોકૂફ રહ્યા છે. લગ્ન પ્રસંગો બંધ રહેવાના કારણે ફૂલ માળી, મેરેજ હોલ, મેરેજ પાર્ટી પ્લોટ, કેટરીંગ, બેન્ડવાજા, ડી.જે.,મહારાજ, કાપડ બજાર, બુટચપ્પલ બજાર, વાસણ બજાર,સોની બજાર સહિત લગ્ન પ્રસંગો સાથે સંકળાયેલા તમામને ભારે નુકસાન ગયું છે.

પાદરા અને વડોદરાના પરિવારે પાંચ માસ પૂર્વે નક્કી કરેલા સંતાનો માટેની લગ્નની તારીખમાં ફેરફાર કરવાને બદલે તેઓએ સરકારી મંજૂરી લઇને નિર્ધારીત 8 મેના રોજ લગ્ન પ્રસંગ પૂરો કર્યો છે. લગ્ન પ્રસંગમાં આવનારા મહેમાનો માટે સેનેટાઇઝરની વ્યવસ્થા કરી હતી.

તો લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેલા લોકોએ પણ સરકારની ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરીને આવ્યા હતા. હોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને લગ્ન પ્રસંગ માણ્યો હતો. નવદંપતી પણ માસ્ક પહેરીને લગ્ન કરવા બેઠા હતા. આ સાથે ગોર મહારાજ અને કન્યાદાન કરનારા યુવતીના માતા-પિતા પણ માસ્ક પહેરીને પૂજા વિધીમાં બેઠા હતા.

ABOUT THE AUTHOR

...view details