ગુજરાત

gujarat

Baba Bageshwar In Gujarat: વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને આખરી ઓપ અપાયો, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહેશે હાજર

By

Published : Jun 1, 2023, 5:31 PM IST

3 જૂને વડોદરાના નવલખી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મુખ્ય સ્ટેજ સાથે 4 સ્ટેજ, લાઈટિંગ વ્યવસ્થા, મેડિકલ સુવિધાઓ, પાણીની અને પાર્કિંગ સહિતની વિવિધ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળશે.

Baba Bageshwar In Gujarat
Baba Bageshwar In Gujarat

વડોદરા: બાગેશ્વરધામ પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમને લઈ શહેરના નવલખી મેદાન ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહી શકે તેવી સંભાવનાઓ હાલમાં જોવા મળી રહી છે. હાલમાં કાર્યક્રમને એક દિવસ બાકી છે, ત્યારે સ્ટેજ સહિત લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા આયોજન પૂર્ણતાને આરે છે.

નવલખી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

" ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓમાં 3 ડી.સી.પી, 7 એ.સી.પી, 15 પી.આઈ, 30 પી.એસ.આઈ સહિત 500 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે. સાથે 200 જેટલા હોમગાર્ડ પણ ફરજ બજાવશે. સુરત, અમદાવાદ અને રાજકોટના કાર્યક્રમ બાદ વડોદરા શહેરમાં પણ લાખોની સંખ્યામાં ભાવીભક્તો આવી પહોચશે તેવી સંભાવનાઓને જોતા તૈયારીમાં બદલાવ પણ કરવામાં આવ્યા છે." - આર.બી.ચૌહાણ, રાવપુરા પોલીસ મથક

કલાકારો રમઝટ બોલાવી મંત્રમુગ્ધ કરશે: આ કાર્યક્રમમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી જો લેટ આવે અથવા શરૂઆતમાં લોકોને ઉત્સાહિત કરવા માટે નવશક્તિ ગરબા મહોત્સવના સિંગરો ગીતોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં સિંગર નિલેશ પરમાર, અનુષ્કા પંડિત, અપેક્ષા પંડ્યા અને ઉમેશ બારોટ સહિતના વિવિધ કલાકારો દ્વારા ગીતો ગાઇ લોકોને ઉત્સાહિત કરવામાં આવશે.

નવલખી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

20 હજારથી વધુ ઓનલાઈન રજિસ્ટ્રેશન: દિવ્ય દરબારના કાર્યક્રમમાં સિનિયર સિટીઝનને બેસવા માટે કોઈપણ અગવડ ન પડે તે માટે અગાઉથી જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈ હાલમાં રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવી છે. હાલ સુધીમાં સિનિયર સિટીઝન દ્વારા 20 હજારથી પણ વધુનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જે તમામ માટે ખુરશીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તદુપરાંત હજારોની સંખ્યામાં લોકો ભારતીય બેઠક વ્યવસ્થા પ્રમાણે નીચે બેસીને કાર્યક્રમમાં જોડાશે.

20 હજારથી વધુ ઓનલાઈન રજિસ્ટ્રેશન
  1. Baba Bageshwar In Gujarat : ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા - રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, જાણો કોને કહ્યા છુપા શત્રુ
  2. Baba Bageshwar : ધીરેન્દ્ર શાસ્ત્રીને રાજકોટમાં 15 ઈંચની ચાંદીની ગદા આપવામાં આવશે
  3. બાબા ધીરેન્દ્રના દરબારમાં 'નરેન્દ્ર'ના સિક્કા પડશે, ખુદ કો ખપાકર શૌક કો જિંદા રખા હૈ

ABOUT THE AUTHOR

...view details