ગુજરાત

gujarat

બેચલર ઓફ આર્કિટેક્યરનું વિદ્યાર્થી દ્વારા તૈયાર કરેલા મોડેલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું

By

Published : Sep 9, 2021, 2:41 PM IST

બેચલર ઓફ આર્કિટેક્યરનું વિદ્યાર્થી દ્વારા તૈયાર કરેલા મોડેલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યુંબેચલર ઓફ આર્કિટેક્યરનું વિદ્યાર્થી દ્વારા તૈયાર કરેલા મોડેલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું

વડોદરામાં નવરચના યુનિ.ની સ્કૂલ ઓફ એનવાયરોમેન્ટલ એન્ડ આર્કિટેક્યર સેડા વર્તમાન સમયમાં ત્રણ અંડર ગ્રેજયુએટ પ્રોગ્રામ ચલાવી રહી છે. જેમાં બેચલર ઓફ આર્કિટેક્યર બેચલર ઓફ ઇન્ટીરિયર ડિઝાઈન અને બેચલર ઓફ લેન્ડસ્કેપ ડિઝાઈનના વિદ્યાર્થી દ્વારા છેલ્લા વસંત સત્રના વિધાર્થીઓ એ તૈયાર કરેલા મોડેલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ.

  • આર્કિટેક્ચર અનેડિઝાઇનના કેટલાક નવીન અને અધતન અભિગમ જોવા મળી રહ્યા છે.
  • 400 જેટલા વિધાર્થીઓએ સંપૂર્ણ રીતે ઓનલાઈન શિક્ષણ મેળવ્યું
  • મોડેલનું ડિઝાઇનનું તમામ કાર્ય ઘરે જ પૂરું કરવું એ પડકાર સમાન હતું.

વડોદરા: શહેર નવરચના યુનિ.ની સ્કૂલ ઓફ એનવાયરોમેન્ટલ એન્ડ આર્કિટેક્યર સેડા વર્તમાન સમયમાં ત્રણ અંડર ગ્રેજયુએટ પ્રોગ્રામ ચલાવી રહી છે. બેચલર ઓફ આર્કિટેક્યર, બેચલર ઓફ ઇન્ટીરિયર ડિઝાઈન અને બેચલર ઓફ લેન્ડસ્કેપ ડિઝાઈનના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા વસંત સત્રના વિદ્યાર્થીઓઓ એ તૈયાર કરેલા મોડેલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં આર્કિટેક્ચર અનેડિઝાઇનના કેટલાક નવીન અને અધતન અભિગમ જોવા મળી રહ્યા છે.

બેચલર ઓફ આર્કિટેક્યરનું વિદ્યાર્થી દ્વારા તૈયાર કરેલા મોડેલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું

વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રીતે ઓનલાઈન શિક્ષણ મેળવ્યું

કોરોના મહામારીને પગલે ત્રણે વિભાગના 400 જેટલા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રીતે ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હતું. ઉપરાંત જરૂરી માર્ગ દર્શન પણ ઓન લાઈન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે મોડેલનું ડિઝાઇનનું તમામ કાર્ય ઘરે જ પૂરું કરવુંએ પડકાર સમાન હતું. સામાન્ય રીતે, સર્જનાત્મક ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓએ મોડેલ તેમજ મોટા ડ્રોઈંગ બનાવવાના હોય છે અને તે માટે તેમને વર્કશોપની જરુર પડતી હોય છે. ત્યાં શિક્ષકોનું માર્ગદર્શન પણ મળી રહેતું હોય છે.

ઇન્ટિરિયર ડિઝાઇન કરેલા મોડલ્સ પ્રદર્શનમાં રાજૂ કરવામાં આવ્યા

સૌથી મોટો પડકાર ફેકલ્ટીના શિક્ષકો માટેએ હતો કે, વિદ્યાર્થીઓને રૂબરૂ મળ્યા વિના કાર્ય કરવાનો રહ્યો હતો. આથી મોટા ભાગની એક્સરસાઇઝ આ અવરોધોને ધ્યાનમાં રાખીને તેમજ કાર્યનો હેતુ જળવાઈ રહે તે રીતે રૂપાંતરિત કરવામાં આવી હતી. કુલ 250 જેટલા વિવિધ થીમ પર તેમજ લેન્ડસ્કેપ અને ઇન્ટિરિયર ડિઝાઇન કરેલા મોડલ્સ પ્રદર્શનમાં રાજૂ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details