ગુજરાત

gujarat

નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, 24 કલાકમાં ડેમની સપાટીમાં 34 સેમીનો વધારો થયો

By

Published : Jun 14, 2020, 2:12 PM IST

નર્મદા
નર્મદા

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધની સપાટીમાં છેલ્લા 10 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે નર્મદા ડેમની સપાટી 127.60 મીટરે પહોંચી છે. જેથી પાણીની તંગીની સમસ્યાનો અંત આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નર્મદાઃ હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમમાન નર્મદા બંધની સપાટીમાં છેલ્લા 10 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે નર્મદા ડેમની સપાટી 34 સેમી વધીને 127.60 મીટરે પહોંચી છે.

નર્મદા

એમ કહી શકાય કે, ઉનાળામાં આ સમયમાં સૌથી ઉંચી સપાટી છે. મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલતું હોવાથી ડિસ્ચાજ પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. લગભગ 10 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. એટલે સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં 2600 MCM (મ્યુલીનક્યુબિક મીટર ) લાઈવ પાણીનો જથ્થો છે.

ગુજરાતમાં કેનાલ માટે પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કે, રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવામાટે પાણી પહોંચાડવા સક્ષમ છે. ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે.

નર્મદા બંધ સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરાવવાની શક્યતા છે. એટલે આ વર્ષ ખૂબ સારું છે. કારણ કે, આ વર્ષે પાણીની તંગી રહેશે નહીં . જોકે, હાલ જો ડેમના દરવાજા ન હોત તો નર્મદા ડેમ ઓવરફ્લો થવાની સંભાવતના હતી.

ABOUT THE AUTHOR

...view details