ગુજરાત

gujarat

નીઝરના બોરદા ગ્રામપંચાયત સરપંચ સામે વિરોધનો વંટોળ

By

Published : Jun 11, 2021, 8:41 AM IST

નીઝરના બોરદા ગ્રામપંચાયત સરપંચ સામે વિરોધનો વંટોળ
નીઝરના બોરદા ગ્રામપંચાયત સરપંચ સામે વિરોધનો વંટોળ ()

તાપીના નીઝરના બોરદા ગ્રામપંચાયત સરપંચ સામે વિરોધ કરવામાં આવ્યો. મહિલા સરપંચના પતિ દ્વારા મનસ્વી રીતે વહીવટ કરાતો હોવાની રાવ સાથે પાંચ સભ્યોનું સાગમટે રાજીનામું અપાયું.

  • સામાન્ય સભા ઠરાવમાં કામોની માગણી કરી છે
  • ગ્રામ પંચાયતના પાંચ સભ્યોએ આપ્યું રાજીનામુ
  • એક પણ યોજના કે સુવિધાનો લાભ આપવામાં આવ્યો નથી

તાપીઃનિઝરના બોરદા ગ્રામ પંચાયતના પાંચ સભ્યોએ સરપંચ સામે વિવિધ પ્રકારના ગંભીર આક્ષેપો સાથે પોતાનું રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને આપ્યું હતું. જેમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે અમને અમારા વોર્ડમાં સતત વિકાસના કામોની માગણી છેલ્લા સાડાચાર વર્ષથી કરતા આવ્યા છે અને સામાન્ય સભા ઠરાવમાં કામોની માગણી કરી છે.

આ પણ વાંચોઃસુરતમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા દર્શન નાયકે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો

ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે

તમામ વહીવટ સરપંચ અભણ હોવાથી એમના પતિ દ્વારા જ થતુ આવ્યું છે અને સરપંચના પતિ દ્વારા મનમાની કરી રાજકીય ભેદભાવ રાખી એમના માનીતાના જ કામો કરે છે. જે માત્ર સબ મશીબલ દ્વારા પાણીની સુવિધા કરી આપી છે. જે એમના માનીતાને ત્યાંજ સ્વીચ મુકી છે, જેનો પોતે જ ઉપયોગ કરે છે. આમ ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે.

નીઝરના બોરદા ગ્રામપંચાયત સરપંચ સામે વિરોધનો વંટોળ

માત્ર મજુરી પર નિર્ભર લોકોની હાલત કફોડી થઇ છે

અમારા વોર્ડમાં પ્રાથમિક સુવિધામાં સરકારી યોજના છે, પરંતું આવી એક પણ યોજના કે સુવિધાનો લાભ આપવામાં આવ્યો નથી. કોરોના માહામારી ચાલી રહી છે, જેથી લોકો ઘરે જ રહે છે. માત્ર મજુરી પર નિર્ભર લોકોની હાલત કફોડી થઇ છે. મનરેગા યોજના કામ ચાલતું હતું, ત્યા પણ તેમના માનીતાને જ રોજગારી આપવામાં આવે છે અને ટ્રેક્ટર અને જેસીબી જેવી મશીનરીનો ઉપયોગ કરાય છે.

લોકો રોજગારી પુરી પાડવા અવાર-નવાર રજૂઆત કરે છે

લોકોને રોજગારી અપાતી નથી, જેથી લાકો અમારા પર કામો અને રોજગારી પુરી પાડવા અવાર-નવાર રજૂઆત કરે છે. અમે સરપંચ તલાટી તા.વિ અધિકારીને લેખીત રજૂઆત કરી છે, પણ રાજકીય દબાણના કારણે કોઈ પણ જાતનુ નિરાકરણ તંત્રો દ્વારા લાવવામાં આવ્યું નથી.

સરપચ અભણ હોવાથી એમને યોજનાઓ વિશે કંઈજ ખબર પડતી નથી

તમામ ગ્રામ પંચાયતનો સંપૂર્ણ વહીવટ સરપંચના પતિ જ કરતા આવ્યા છે. અમે મહિલા સરપચ હોવાથી એમને માન સન્માન આપીએ છે, પણ સરપંચ અને ઉપસરપંચ અભણ હોવાથી સત્તાનો દુર ઉપયોગ અને ભ્રષ્ટાચાર એમના પતિ કરી રહ્યા છે. સરપચ અભણ હોવાથી એમને યોજનાઓ વિશે કંઈજ ખબર પડતી નથી. જેમને તાત્કાલીક સત્તા પરથી દુર કરવામાં આવે.

સરકારી તંત્ર દ્વારા ગામની રૂબરૂ મુલાકાત લેવાય તો ભ્રષ્ટાચાર બહાર આવે

સરકારી તંત્ર દ્વારા ગામની પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે. ખરેખર વિકાસ થયો છે કે નહિ તે નજરે પડશે. સરપંચના પતિ દ્વારા વહીવટ પોતે ચલાવતા હોવાથી ગ્રામજનોને સરકારી યોજાનાનો લાભ પહોંચાડી શક્યા નથી અને લોકોને ખોટું આશ્વાસન આપીએ એના કરતા અમે રાજીનામુ આપીએ છીએ, તેવો ઉલ્લેખ કથિત આવેદનમાં કરાયો છે.

આ પણ વાંચોઃશહેરમાં એકમો સીલ કરવા સામે કોંગ્રેસ કાર્યકર્તાઓએ મેયરને આવેદનપત્ર આપ્યું

તાપી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ હોદ્દેદાર તરીકે મહિલાઓ ખાલી કાગળ પર જ હોય

અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ હોદ્દેદાર તરીકે મહિલાઓ ખાલી કાગળ પર જ હોય છે. બાકી તમામ વહીવટ બેકસીટ ડ્રાઈવિંગ થકી અન્ય દ્વારા કરાતો હોય છે. જે અંગે તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘણા કિસ્સામાં જાણતા હોય છે. ત્યારે ખરેખર સરકારની વિવિધ વિકાસની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે તમામ જિલ્લા કક્ષાએ તપાસ હાથ ધરી, આ પ્રકારની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે એવી ઉગ્ર લોકમાગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details