ગુજરાત

gujarat

તાપી જિલ્લાની આદિવાસી બહેનોએ બનાવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ

By

Published : Sep 4, 2021, 4:03 PM IST

ganeshchaturthi
ganeshchaturthi ()

તાપી જિલ્લાના વ્યારાના બોરખડી ગામની સખી મંડળની આદિવાસી બહેનોએ નારિયેળના રેસામાંથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવી ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં લઈ મહિલાઓ ગણેશજીની મૂર્તિ બનાવી તેનું વેચાણ કરી અન્ય લોકોને તાલીમ આપીને તેમાંથી આવક મેળવી રહી છે.

  • બોરખડી ગામની આદિવાસી બહેનોએ બનાવ્યા ઇકોફ્રેન્ડલી ગણપતિ
  • નારિયેળના રેસામાંથી બનાવી ખુબ જ આકર્ષક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા
  • આત્મનિર્ભર બનાવનો એક નવો પ્રયત્ન

તાપી: વ્યારાના બોરખડી ગામની આદિવાસી બહેનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થકી તાલીમ મેળવીને નારિયેળના રેસામાંથી વિવિધ ચીજવસ્તુ બનાવી રહી છે. હાલ ગણેશ ચતુર્થનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ સખી મંડળની બહેનોએ સાથે મળીને નારિયેળના રેસામાંથી ખુબજ આકર્ષક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની જાત જાતની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓ બનાવી રહી છે અને આત્મનિર્ભર બનાવનો પ્રયત્ન કરી રહી છે. આ કારીગરીની ચીજો વેચવા માટેની વ્યવસ્થાની માંગ સખી મંડળની બહેનો દ્વારા તંત્રને કરવામાં આવી હતી.

તાપી જિલ્લાની આદિવાસી બહેનોએ બનાવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ

સરકાર પણ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ લાવવા પર મૂકે છે ભાર

સરકાર દ્વારા પણ ગણેશ ચતુર્થીના તહેવારમાં હંમેશા ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ પર ભાર મૂકવામાં આવતો હોય છે. વ્યારાના બોરખડી ગામની ગરીબ આદિવાસી મહિલાઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના સહયોગથી આગવું કૌશલ્ય મેળવ્યું છે અને નારિયેળના રેસામાંથી અવનવી ચીઝ વસ્તુઓ બનવવાની મહારત હાંસલ કરી છે. હાલ ગણેશ ચતુર્થીને ધ્યાનમાં લઈ સખી મંડળની બહેનો ઇકો ફ્રેન્ડલી ગણેશની સુંદર પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે. જે ગણેશ ભક્તોને ખુબજ આકર્ષિત કરી રહી છે.

તાપી જિલ્લાની આદિવાસી બહેનોએ બનાવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ

ઉનાઈ નાકા પાસે અંબાજી કોમ્પ્લેક્ષમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણ માટે સ્ટોલ ઉભો કરાયો

વ્યારાનાં બોરખડી ગામની સખી મંડળની બહેનો કે જેઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તાલીમ લઈ નારિયેળના રેસમાંથી અલગ અલગ પ્રકારની અર્ટિકલ્સ બનાવી ગ્રામ્ય હાટ બજારમાં વેચાણ કરે છે. કોરોનાકાળમાં હાટ બજાર પણ લાંબા સમયથી બંધ હોવાથી બહેનોને હાલ ગણેશ ચતુર્થીનો તહેવાર આવતો હોય ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમા બનવવાનો વિચાર આવતા અત્યાર સુધીમાં અનેક એવી આકર્ષક ગણેશની પ્રતિમાઓ બહેનોએ બનાવેલી જોવા મળે છે. હાલમાં વ્યારાના બોરખડી ગામના કૈવલ કૃપા અને સ્નેહા સખી મંડળની મહિલાઓ દ્વારા નારિયેળના રેસામાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ મૂર્તિઓનું વેચાણ માટે વ્યારાનાં ઉનાઈ નાકા પાસે અંબાજી કોમ્પ્લેક્ષમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણ માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details